________________
એ જ રીતે, બીજા સમયે અસંખ્યગુણ કર્મદલિકોને ઉતારીને ઉદયવતી પ્રકૃતિમાં રથી૪૧ નિષેકમાં અને અનુદયવતી પ્રકૃતિમાં ૪થી૪૧ નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ જ રીતે, ત્રીજા સમયે ઉતારેલા દલિકોને ઉદયવતી પ્રકૃતિમાં ૩થી૪૨ નિષેકમાં અને અનુદયવતીપ્રકૃતિમાં પથી૪૨ નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ રીતે, અંતર્મુહૂર્ત સુધી સમજવું.. (૩) સર્વવિરતિગુણશ્રેણી -
સાધુ-સાધ્વીજી મહારાજ સર્વવિરતિના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યકર્મદલિકો ઉતારીને ઉદયવતી પ્રકૃતિમાં ઉદય-પ્રાપ્તનિષેકથી અને અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી માંડીને અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. તે “સર્વવિરતિગુણશ્રેણી” કહેવાય.
ચિત્રનં૦૩૧માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી... કર્મપ્રકૃતિની અંતઃકો૦કો-સા૦ સ્થિતિસત્તા= ૯૫ સમય.
દલરચનાનું અંતર્મુહૂર્ત= ૩૬ સમય. ઉદયાવલિકા= ૨ સમય
માનવામાં આવે, તો.. સાધુમહારાજા સર્વવિરતિના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની અંતઃકો૦કો સા૦=૯૫ સમયની સ્થિતિના ઉપરના ભાગમાંથી અપર્વતનાકરણથી અસંખ્યદલિકો ઉતારીને ઉદયવતી પ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી ૩જા નિષેકથી માંડીને અંતર્મુહૂર્ત=૩૬સમય=૩૬નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે.'
એ જ રીતે, બીજા સમયે ઉતારેલા દલિકને ઉદયવતી પ્રકૃતિમાં રથી૩૭ નિષેકમાં અને અનુદયવતી પ્રકૃતિમાં ૪થી૩૭ નિષેકમાં ક્રમશઃ