________________
ગુણશ્રેણી - सम्मदर सव्वविरई उ अणविसंजोयदंसखवगे य । मोहसमसंतखवगे खीणसजोगियर गुणसेढी ॥८२॥ गुणसेढीदलरयणाणु समयमुदयादसंखगुणणाए । एयगुणा पुण कमसो, असंखगुण निजरा जीवा ॥८३॥ सम्यग्देशसर्वविरतौ तु अनंतानुबन्धिविसंयोजनादर्शनक्षपके च। मोहशमशान्तक्षपके क्षीणसयोगीतरे गुणश्रेणिः ॥८२॥ गुणश्रेणिः दलरचनाऽनुसमयमुदयादसङ्ख्यगुणनया । एतद्गुणाः पुनः क्रमशोऽसङ्ख्यगुणनिर्जरा जीवाः ॥८३॥
ગાથાર્થ - સમ્યકત્વગુણશ્રેણી, દેશવિરતિગુણશ્રેણી, સર્વવિરતિગુણશ્રેણી, અનંતાનુબંધીવિસંયોજનાગુણશ્રેણી, દર્શનમોહક્ષપકગુણશ્રેણી, મોહોપશમકગુણશ્રેણી, ઉપશાંતમોહગુણશ્રેણી, મોહલપકગુણશ્રેણી, ક્ષણમોહગુણશ્રેણી, સયોગીકેવલી ગુણશ્રેણી અને અયોગીકેવલીગુણશ્રેણી એ ૧૧ ગુણશ્રેણી છે.
ઉદયસમયથી માંડીને અંતર્મુહૂર્ત સુધી] પ્રતિસમયે અસંખ્યગુણાકારે કર્મલિકની રચના કરવી, તે ગુણશ્રેણી કહેવાય. વળી એ ગુણવાળા જીવો અનુક્રમે અસંખ્યગુણી કર્મનિર્જરા કરે છે.
વિવેચન -ગુણ અસંખ્યગુણાકારે
• શ્રેણી= ક્રમશઃ [અનુક્રમ
આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષકરચનાના અગ્રભાગમાંથી અપર્વતનાકરણથી નીચે ઉતરતાં કર્મદલિકો ઉદયવતીકર્મપ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવતીકર્મપ્રકૃતિમાં ઉદયાવલિકાની ઉપરના પ્રથમસમયથી માંડીને અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવાય છે, તે “ગુણશ્રેણી” કહેવાય.
૪૨૯૪