________________
વિશેષથી ૧લા ઉ સ્થિતિસ્થાને રહેલા ઇશાનસુધીના દેવો એકેન્દ્રિયપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધતા હોવાથી છેવઢુંસંઘયણ બંધાતું નથી તેથી ઇશાનસુધીના દેવોને છેવઢાસંઘયણનો ઉરસબંધ થતો નથી એટલે છેવટ્ટાસંઘયણના ઉરસબંધના સ્વામી સનકુમારાદિદેવ-ના૨ક જ છે. અને તિર્યંચદ્વિકના ઉ∞રસબંધના સ્વામી ભવનપતિથી સહસ્રાર સુધીના દેવો છે. વૈક્રિયદ્ધિકાદિ-૩૨ પ્રકૃતિના ઉ૦૨સબંધના સ્વામી :विउव्विसुराहारदुगं, सुखगइवन्नचउतेयजिणसायं । समचउपरघातसदस, पणिंदि सासुच्च खवगाउ ॥ ६७॥ वैक्रियसुराहारकद्विकं, सुखगतिवर्णचतुष्कतैजसजिनसातम् । समचतुरस्रपराघातत्रसदशकं पञ्चेन्द्रियोच्छ्वासोच्चैः क्षपको तु ॥६७॥
ગાથાર્થ :- વૈક્રિયદ્ધિક, દેવદ્વિક, આહારકદ્ધિક, શુભવિહાયોગતિ, વર્ણાદિ-૪, તૈજસાદિ-૪, જિનનામ, શાતા, સમચતુરસ્ર, પરાઘાત, ત્રસાદિ૧૦, પંચેન્દ્રિય, ઉચ્છ્વાસ, અને ઉચ્ચગોત્ર એ-૩૨ પ્રકૃતિનો ઉત્કૃષ્ટરસબંધ ક્ષપકશ્રેણીવાળા જીવો કરે છે.
વિવેચન : - જે સ્થિતિસ્થાને વૈક્રિયદ્વિકાદિનો જ સ્થિતિબંધ થતો હોય, તે સ્થિતિસ્થાનમાં રહેલા ઉરસબંધના અધ્યવસાયથી વૈક્રિયદ્ધિકાદિનો ઉરસબંધ થાય..... એ નિયમાનુસારે ૮મા ગુણઠાણાના દઢાભાગના છેલ્લા સમયે=૫૦મા સ્થિતિસ્થાને વૈક્રિયદ્વિકાદિ-૨૯નો ઉ॰સ્થિતિબંધ થતો હોવાથી, તે જ ૫૦મા સ્થિતિસ્થાનમાં રહેલા ઉરસબંધના અધ્યવસાયથી વૈક્રિયદ્વિકાદિ-૨૯નો ઉ૦રસબંધ થાય છે. એટલે ચિત્રનં૦૧૩માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૮મા ગુણઠાણાના છટ્ટાભાગના છેલ્લાસમયે=૫૦મા સ્થિતિસ્થાનમાં ઉ૦૨સબંધના અધ્યવસાયસ્થાને રહેલા ક્ષપકમહાત્મા તદ્યોગ્યવિશુદ્ધિથી વૈક્રિયદ્ધિકાદિ-૨૯નો [શાતા-યશ-ઉચ્ચગોત્ર વિના] ઉરસબંધ કરે છે અને ૧૦મા ગુણઠાણાના છેલ્લાસમયે=૬૦મા સ્થિતિસ્થાનમાં સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાને રહેલા ક્ષપકમહાત્મા અતિવિશુદ્ધિથી શાતા-યશ અને ઉચ્ચગોત્રનો ઉત્તરસબંધ કરે છે.
૨૧૩