________________
વિશેષથી વિચારીએ, તો....જેમ જળસ્થિતિસ્થાનથી માંડીને ઉસ્થિતિસ્થાન સુધીનું કોઇપણ એક સ્થિતિસ્થાન અનેકજીવની અપેક્ષાએ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા સ્થિતિબંધના અધ્યવસાયોથી બંધાય છે. તેમ જ0રસસ્થાનથી માંડીને ઉ૦રસસ્થાન સુધીનું કોઇપણ એક રસસ્થાન અને કજીવની અપેક્ષાએ બે-ચાર-સંખ્યાત કે અસંખ્યાત રસબંધના અધ્યવસાયોથી બંધાતું નથી પરંતુ એક રસસ્થાન એક જ રસબંધના અધ્યવસાયથી બંધાય છે. એટલે ઉસ્થિતિસ્થાને રહેલા અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા રસબંધના અધ્યવસાયમાંથી છેલ્લા એક જ ઉ૦રસબંધના અધ્યવસાયથી અશુભપ્રકૃતિનો ઉ૦રસબંધ થાય છે.
જેમકે, ચિત્રનં૦૯માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી, ૧લા ઉસ્થિતિસ્થાને રહેલા પપ સ્થિતિબંધના અધ્યવસાયોમાંથી કોઈપણ સ્થિતિબંધના અધ્યવસાયથી જ્ઞાનાવરણીયાદિનો ઉસ્થિતિબંધ થાય છે અને જિનનામાદિને યોગ્ય ૫૦મા જસ્થિતિસ્થાને રહેલા ૬ સ્થિતિબંધના અધ્યવસાયોમાંથી કોઇપણ અધ્યવસાયથી જિનનામાદિનો જ0સ્થિતિબંધ થાય છે. પરંતુ ચિત્રનં૦૧૧માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૧લા ઉસ્થિતિસ્થાને રહેલા ૬૦ રસબંધના અધ્યવસાયોમાંથી છેલ્લા એક જ ઉ૦રસબંધના અધ્યવસાયથી જ્ઞાનાવરણીયાદિ અશુભપ્રકૃતિનો ઉ૦રસબંધ થાય છે અને ચિત્રનં૦૧રમાં બતાવ્યા મુજબ જિનનામાદિને યોગ્ય ૫૦મા જળસ્થિતિ
સ્થાને રહેલા ૫૯ રસબંધના અધ્યવસાયોમાંથી છેલ્લા એક જ ઉ૦રસબંધના અધ્યવસાયથી જિનનામાદિ શુભપ્રકૃતિનો ઉરસબંધ થાય છે.
એ જ રીતે, જેમાં સ્થિતિસ્થાને જે અશુભપ્રકૃતિનો ઉસ્થિતિબંધ થતો હોય, તે સ્થિતિસ્થાને રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી તે અશુભપ્રકૃતિનો ઉ૦રસબંધ થાય છે અને જે સ્થિતિસ્થાને જે શુભપ્રકૃતિનો જ સ્થિતિબંધ થતો હોય, તે સ્થિતિસ્થાને રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી તે શુભપ્રકૃતિનો ઉ૦રસબંધ થાય છે. એકેન્દ્રિય-સ્થાવરના ઉછેરસબંધના સ્વામી -
જે સ્થિતિસ્થાને એકેન્દ્રિય-સ્થાવરનો ઉસ્થિતિબંધ થતો હોય, તે (૪૧) વંધવિહાળે ત્તરપડાવન્યો ગ્રન્થમાં ગાથાનં૦૨૯ પ્રેમપ્રભાટીકા....
૨૦૮