________________
ગાથાર્થ :- લીંબડાનો અને શેરડીનો જે સ્વાભાવિકરસ છે. તે એકસ્થાનિક કહેવાય. બેભાગ ઉકાળીને એકભાગ રાખ્યો હોય, તે ક્રિસ્થાનિક કહેવાય. ત્રણ ભાગ ઉકાળીને એકભાગ રાખ્યો હોય, તે ત્રિસ્થાનિક કહેવાય અને ચારભાગ ઉકાળીને એકભાગ રાખ્યો હોય, તે ચતુઃસ્થાનિક કહેવાય. તથા અશુભપ્રકૃતિનો રસ અશુભ હોય છે અને શુભપ્રકૃતિનો રસ શુભ હોય છે.
વિવેચન - અશુભપ્રકૃતિનો રસ લીંબડા જેવો છે. જેમ લીંબડાનો રસ કડવો હોય છે. તેમ અશુભપ્રકૃતિનો રસ કડવાવિપાકવાળો [દુઃખદાયક] છે. શુભપ્રકૃતિનો રસ શેરડી જેવો છે. જેમ શેરડીનો રસ પીવાથી આનંદનો અનુભવ થાય છે. તેમ શુભપ્રકૃતિના રસવિપાકથી સુખનો અનુભવ થાય છે.
લીંબડાને કે શેરડીને પીલવાથી જે સ્વાભાવિકરસ નીકળે છે તે એકસ્થાનિકરસ કહેવાય છે. દાવત) લીંબડાને કે શેરડીને પીલવાથી નીકળતો સ્વાભાવિકરસ ૬૦૦ ગ્રામ છે. તે “એકસ્થાનિક” કહેવાય.
લીંબડાનો કે શેરડીનો બેભાગ પ્રમાણ સ્વાભાવિકરસને ઉકાળીને એકભાગ જેટલો રસ રાખવામાં આવે છે. ત્યારે તેમાં કડવાશ કે મીઠાશ બમણી થઈ જાય છે, તેથી તે દ્વિસ્થાનિકરસ કહેવાય છે. દા...ત) લીંબડાનો કે શેરડીનો સ્વાભાવિક ૬૦૦ ગ્રામ રસ ઉકાળવાથી એકભાગ=૩૦૦ ગ્રામ પાણી બળી જવાથી ફક્ત એકભાગ=૨૦૦ ગ્રામ રસ બાકી રહે છે ત્યારે તેમાં કડવાશ કે મીઠાશ બમણી થઈ જાય છે. તેથી તે દ્રિસ્થાનિકરસ કહેવાય છે.
લીંબડાનો કે શેરડીનો ત્રણભાગ પ્રમાણ સ્વાભાવિકાસને ખૂબ ઉકાળીને એકભાગ જેટલો રસ રાખવામાં આવે છે. ત્યારે તેમાં કડવાશ કે મીઠાશ ત્રણગુણી થઈ જાય છે. તેથી તે ત્રિસ્થાનિકરસ કહેવાય છે. દાત) લીંબડાનો કે શેરડીનો સ્વાભાવિક ૬૦૦ ગ્રામ રસને ખૂબ ઉકાળવાથી બેભાગ=૪૦૦ ગ્રામ પાણી બળી જવાથી ફક્ત એકભાગ= ૨૦૦ ગ્રામ રસ બાકી રહે છે. ત્યારે તેમાં ત્રણગણી કડવાશ કે મીઠાશ થઈ જાય છે. તેથી તે ત્રિસ્થાનિકરસ કહેવાય છે.
૨૦૫