________________
સતત શુભવિહાયોગતિ વગેરે ૭ પ્રકૃતિ બંધાય છે. એ નિયમાનુસાર ગાથાનં૦૫૭માં કહ્યા મુજબ સાધિક ૧૩૨ સાગરોપમ સુધી અશુભવિહાયોગતિ વગેરે ૭ પ્રકૃતિ બંધાતી ન હોવાથી તેની વિરોધી શુભવિહાયોગતિ વગેરે ૭ પ્રકૃતિ નિરંતર બંધાય છે. તેથી તે પ્રકૃતિનો સતતબંધકાળ ઉત્કૃષ્ટથી ૧૩૨ સાગરોપમ કહ્યો છે. અશુભવિહાયોગતિ વગેરે ૪૬ પ્રકૃતિનો સતતબંધકાળ :असुखगइजाइआगिइ-संघयणाहारनरयजोयदुगं । थिरसुभजसथावरदस-नपुइत्थीदुजुयलमसायं ॥ ६१॥ समयादंतमुहूत्तं मणुदुगजिणवइरउरलुवंगेसु । तित्तीसयरा परमो, अंतमुहु लहु वि आउजिणे ॥६२॥ असुखगतिजात्याकृतिसंहननाहारकनरकोद्योतद्विकम् । स्थिरशुभयश:स्थावरदशकनपुंसकस्त्रीद्वियुगलमसातम् ॥ ६१ ।। समयादन्तर्मुहूर्तं मनुजद्विकजिनवज्रौदारिकाङ्गोपाङ्गेषु । त्रयस्त्रिंशदतराणि परमः, अन्तर्मुहूर्तं लघुरपि आयुर्जिने ॥६२ ॥
ગાથાર્થ - અશુભવિહાયોગતિ, અશુભજાતિ-૪, અશુભ આકૃતિ-૫, અશુભસંઘયણ-૫, આહારકદ્રિક, નરકદ્ધિક, ઉદ્યોતદ્ધિક, સ્થિર, શુભ, યશ, સ્થાવરદશક, નપુંસર્વેદ, સ્ત્રીવેદ, ૨ યુગલ અને અશાતાનો સતતબંધકાળ એક સમયથી માંડીને અંતર્મુહૂર્ત સુધી છે.
મનુષ્યદ્ધિક, જિનનામ, વજઋષભનારાચસંઘયણ અને ઔદારિક અંગોપાંગનો સતતબંધકાળ ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ છે. તથા આયુષ્ય-૪ અને જિનનામનો સતતબંધકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે.
વિવેચન :- અશાતા+મોહનીય-૬[હાસ્ય-રતિ, શોક-અરતિ, સ્ત્રીવેદ, નપુંવેદ]+નામ-૩૪ નિરકદ્વિક, જાતિચતુષ્ક, આહારકદ્વિક, સંઘયણ-૫, સંસ્થાન-૫, અશુભવિહાયોગતિ, ઉદ્યોત-આતપ, ત્રસ-૩[સ્થિર
* ૧૮૭