________________
પ્રકૃતિનું નામ
અબંધકાળ અખ૦૪, પ્રત્યા૦૪
દેશોનપૂર્વકોડવર્ષ. મનુષ્યત્રિક, ઔતિક, ૧લું સંઘ૦
૩ પલ્યોપમ.. દેવત્રિક વેદ્રિક, આહાદ્ધિક
૩૩ સાગરોપમ... નરકત્રિક, તિર્યચત્રિક, ઉદ્યોત
મનુષ્યભવયુક્ત ૪ પલ્યોપમ
સહિત ૧૬૩ સાગરોપમ | એકે, આતપ, વિક્લ૦૩ સ્થાવરાદિ-૪ મનુષ્યભવયુક્ત ૪ પલ્યોપમ
| સહિત ૧૮૫ સાગરોપમ સુરદ્ધિક અને વૈવલિકનો સતતબંધકાળ :विजयाइसु गेविजे, तमाइ दहिसय दुतीस तेसटुं । पणसीइ सययबंधो पल्लतिगं सुरविउव्विदुगे ॥ ५८॥ विजयादिषु ग्रैवेयके तमःप्रभायामुदधिशतं द्वात्रिंशं त्रिषष्टिः । पञ्चाशीति सततबन्धः पल्यत्रिकं सुरवैक्रियद्विके ॥ ५८॥
ગાથાર્થ - પૂર્વે કહ્યા મુજબ વિજયાદિક અનુત્તરમાં ગયેલાને [૨૫ પ્રકૃતિનો અબંધકાળ] ૧૩૨ સાગરોપમ હોય છે. રૈવેયકમાં ગયેલા જીવને [૭ પ્રકૃતિનો અબંધકાળ] ૧૬૩ સાગરોપમ હોય છે. તમપ્રભા નામની છઠ્ઠીનારકીમાં ગયેલા જીવને [૯ પ્રકૃતિનો અબંધકાળ] ૧૮૫ સાગરોપમ હોય છે.
દેવદ્ધિક અને વૈક્રિયદ્દિકનો સતતબંધકાળ ૩ પલ્યોપમ છે.
વિવેચન - બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી ધ્રુવબંધી-૪૭ પ્રકૃતિ અનાદિકાળથી માંડીને પોતપોતાના બંધવિચ્છેદસ્થાન સુધી નિરંતર બંધાય છે તેથી તે પ્રકૃતિનો સતતબંધકાળ કહેવાની જરૂર નથી. બાકીની અધુવબંધી-૭૩ પ્રકૃતિનો સતતબંધકાળ ગ્રન્થકાર ભગવંત કહી રહ્યા છે. દેવદ્રિક અને વૈક્રિયદ્ધિકનો સતતબંધકાળઃયુગલિકનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમ હોય છે અને યુગલિકો
જ ૧૮૩