________________
આયુષ્યકર્મના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો -
આયુષ્યકર્મના જઘન્યસ્થિતિબંધસ્થાનમાં સૌથી થોડા અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ] સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. તેનાથી સમયાધિક જઘન્યસ્થિતિસ્થાનમાં અસંખ્યગુણા સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. તેનાથી બે સમયાધિક જઘન્યસ્થિતિસ્થાનમાં અસંખ્યગુણા સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. એ પ્રમાણે, ચોથા વગેરે સ્થિતિસ્થાનથી માંડીને છેલ્લા ૩૩ સાગરોપમ પ્રમાણ ઉસ્થિતિબંધસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનમાં ક્રમશઃ અસંખ્યગુણા સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. તિર્યચત્રિકાદિનો અબંધકાળ :तिरिनिरयतिजोयाणं, नरभवजुय सचउपल्ल तेसळू । थावरचउइगविगलायवेसु, पणसीइसयमयरा ॥ ५६॥ अपढमसंघयणागिइखगई अणमिच्छदुभगथीणतिगं । नियनपुत्थिदुतीसं पणिंदिसु अबन्धठिइ परमा ॥५७॥ तिर्यंङ्-नरकत्रिकोद्योतानां नरभवयुतं सचतुःपल्यं त्रिषष्टिः ।। स्थावरचतुष्कमेकविकलातपेषु पञ्चाशीतिशतमतराणाम् ॥ ५६ ॥ अप्रथमसंहननाकृतिखगतयोऽनम्नानुबन्धिमिथ्यात्वदुर्भगस्त्यानर्द्धित्रिकम् । नीचैर्नपुंसकस्त्रियः द्वात्रिंशत् पञ्चेन्द्रियेष्वबन्धस्थितिः परमा ॥५७॥
ગાથાર્થ -સંજ્ઞી પંચેન્દ્રિયની અપેક્ષાએ તિર્યચત્રિક, નરકત્રિક અને ઉદ્યોતનો ઉત્કૃષ્ટ અબંધકાળ મનુષ્યભવયુક્ત ૪ પલ્યોપમ સહિત ૧૬૩ સાગરોપમ છે. તથા સ્થાવરચતુષ્ક, એકેન્દ્રિય, વિન્દ્રિયત્રિક અને આતપનો ઉત્કૃષ્ટ અબંધકાળ ૧૮૫ સાગરોપમ છે.
પ્રથમસંઘયણ પહેલા સિવાયના પ સંઘયણ), પ્રથમ સંસ્થાન [પહેલા સિવાયના ૫ સંસ્થાન], અપ્રથમવિહાયોગતિ [અશુભવિહાયોગતિ], અનંતાનુબંધી-૪, મિથ્યાત્વ, દુર્ભગત્રિક, થીણદ્વિત્રિક, નીચગોત્ર, નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ અબંધકાળ ૧૩ર સાગરોપમ છે.
વિવેચન :- તિર્યંચત્રિકાદિ-૪૧ પ્રકૃતિમાંથી નરકત્રિક, જાતિચતુષ્ક,