________________
તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યાપ્ત બાદરએકેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. ત્રસજીવસ્થાનકમાં યોગનું અલ્પબહુત :असमत्ततसुक्कोसो, पज्ज जहन्नियरु एव ठिइठाणा । अपजेयरसंखगुणा, परमपजबिए असंखगुणा ॥ ५४॥ . असमाप्तत्रसोत्कृष्टः पर्याप्तजघन्येतर एवं स्थितिस्थानानि । अपर्याप्तेतरस्य सङ्ख्यगुणानि, परम पर्याप्त द्वीन्द्रियस्यासङ्ख्यगुणानि ॥ ५४॥
ગાથાર્થ - અપર્યાપ્ત ત્રસનો [બેઈજિયાદિનો] ઉત્કૃષ્ટયોગ ક્રમશઃ અસંખ્યગુણ છે. તથા પર્યાપ્તબેઈન્દ્રિયાદિનો જઘન્યયોગ અને પર્યાપ્ત બેઇન્ડિયાદિનો ઉત્કૃષ્ટયોગ ક્રમશઃ અસંખ્યગુણો છે.
એ જ પ્રમાણે, અપર્યાપ્તા અને પર્યાપ્તામાં સ્થિતિસ્થાનો ક્રમશઃ સંખ્યાતગુણા કહેવાં. પરંતુ અપર્યાપ્તા બેઇન્દ્રિયમાં અસંખ્યગુણા સ્થિતિસ્થાનો કહેવાં.
વિવેચન - પર્યાપ્તાબાદર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટયોગથી લબ્ધિઅપર્યાપ્તબેઈન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યાપ્તા બેઇન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યાપ્તા તેઇન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યાપ્તા ચઉરિન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યાપ્તા અસંજ્ઞીપંચેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યાપ્તા સંજ્ઞીપંચેન્દ્રિયને જઘન્યયોગ અસંખ્યગુણ છે.