________________
વિશિષ્ટગુણ રહિત દરેક જીવોને સતત હોય છે. તેથી મિથ્યાત્વમોહનીય ધ્રુવસત્તાક કહેવાય છે.
શંકા- અહીં “સમ્યકત્વાદિવિશિષ્ટગુણરહિત” એવું વિશેષણ મૂકવાની શી જરૂર છે?
સમાધાન :- અહીં જો “સમ્યક્ત્વાદિવિશિષ્ટગુણરહિત'' એવું વિશેષણ મૂકવામાં ન આવે, તો “જે પ્રકૃતિની સત્તા સર્વે જીવોને નિરંતર હોય” તે ધ્રુવસત્તાક કહેવાય. એ વ્યાખ્યાનુસારે અનંતાનુબંધી વગેરે પ્રકૃતિ ધ્રુવસત્તાક નહીં રહે. કારણકે સર્વે સંસારી જીવોમાંથી જે જીવો સમ્યકત્વાદિવિશિષ્ટગુણરહિત છે. તેઓને અનંતાનુબંધી વગેરે પ્રકૃતિની સત્તા અવશ્ય હોય છે અને જે જીવો સમ્યક્ત્વાદિવિશિષ્ટગુણવાળા છે. તેમાંથી કેટલાકને અનંતાનુબંધી વગેરે પ્રકૃતિની સત્તા નથી હોતી એટલે કેટલાક જીવોને અનંતાનુબંધી વગેરે પ્રકૃતિની સત્તા હોય છે અને કેટલાક જીવોને નથી હોતી. તેથી તે દરેક પ્રકૃતિ અધુવસત્તાક બની જવાની આપત્તિ આવે છે. એ આપત્તિને દૂર કરવા માટે “સમ્યકત્વાદિવિશિષ્ટગુણરહિત” વિશેષણ મુકવું જરૂરી છે.
(૬) અધ્રુવસત્તાક :- જે પ્રકૃતિની સત્તા સમ્યકત્વાદિવિશિષ્ટગુણરહિત જીવને કયારેક હોય અને ક્યારેક ન હોય, તે પ્રકૃતિ અધ્રુવસત્તાક કહેવાય. દાવત, સમ્યકત્વમોહનીયની સત્તા સમ્યકત્વાદિવિશિષ્ટગુણરહિત મિથ્યાષ્ટિને ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતી. તેથી સમ્યત્વમોહનીય અધુવસત્તાક કહેવાય છે.
અથવા.. જે પ્રકૃતિની સત્તા સમ્યકત્વાદિવિશિષ્ટગુણરહિત જીવોમાંથી કેટલાકને હોય અને કેટલાકને ન હોય, તે પ્રકૃતિ અધુવસત્તાક કહેવાય. દાવત, સમ્યકત્વમોહનીયની સત્તા સમ્યકત્વાદિવિશિષ્ટગુણરહિત કેટલાક ભવ્યજીવોને હોય છે અને કેટલાક ભવ્યને નથી હોતી. તેથી સમ્યકત્વમોહનીય અધુવસત્તાક કહેવાય છે.
() ઘાતી - જે પ્રકૃતિ પોતાનાથી ઢાંકવા યોગ્ય ગુણને સંપૂર્ણ ઢાંકે છે, તે સર્વઘાતી કહેવાય અને જે પ્રકૃતિ પોતાનાથી ઢાંકવા યોગ્ય ગુણને કાંઈક અંશે ઢાંકે છે, તે દેશઘાતી કહેવાય.