________________
ગુણસ્થાનકમાં સ્થિતિબંધનું પ્રમાણ :साणाइअपुव्वंते, अयरंतो, कोडिकोडिओ न हिगो । बंधो न हु हीणो न य, मिच्छे भवियर सन्निम्मि ॥ ४८॥ सास्वादनाद्यपूर्वान्ते, अतरान्तः कोटीकोटीतो नाधिकः । बन्धो नैव हीनो न च, मिथ्यादृष्टौ भव्येतरसंज्ञिनि ॥ ४८॥
ગાથાર્થ :- સાસ્વાદનગુણઠાણાથી માંડીને અપૂર્વકરણગુણઠાણા સુધીમાં અંતઃકો૦કો સાવ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તેનાથી અધિક સ્થિતિબંધ થતો નથી કે તેનાથી ઓછો પણ સ્થિતિબંધ થતો નથી અને મિથ્યાવગુણસ્થાનકમાં ભવ્યસંજ્ઞી કે અભવ્યસંજ્ઞીને અંતઃકો૦કોઢસા)થી ઓછો સ્થિતિબંધ થતો નથી.
વિવેચનઃ- ૧કોડાકોડી સાગરોપમમાંથી ૧સમયજૂન, ૨ સમયજૂન, ૩સમયગૂન.એ રીતે એક એક સમય ઓછો કરતાં કરતાં સમયાધિક ૧ ક્રોડસાગરોપમ સુધીની સર્વે સ્થિતિ અંતઃકો૦કોસાડ કહેવાય છે. સમયજૂન ૧કોડાકોડીસાગરોપમને ઉત્કૃષ્ટ અંકોટકોવસાતુ કહે છે અને સમયાધિક ૧ક્રોડ સાગરોપમને જઘન્ય અંતઃકો૦કોસા) કહે છે. બાકીની મધ્યમ અંતઃકો૦કોસા, અસંખ્ય પ્રકારે છે.
સાસ્વાદનગુણઠાણાથી માંડીને અપૂર્વકરણગુણઠાણા સુધી જઘન્યથી પણ અંત:કોડાકોડીસાગરોપમ સ્થિતિબંધ થાય છે. એનાથી ઓછો સ્થિતિબંધ થતો નથી. અને ઉત્કૃષ્ટથી પણ અંતઃકોડાકોડીસાગરોપમ સ્થિતિબંધ થાય છે. એનાથી અધિકસ્થિતિબંધ થતો નથી પરંતુ જઘન્ય અંત:કોડાકોડીસાગરોપમ કરતાં ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડીસાગરોપમ સંખ્યાતગુણ હોય છે.
૮માગુણઠાણે જ સ્થિતિબંધ અંત:કોડાકોડીસાગરોપમ થાય છે. તેનાથી ૮માગુણઠાણે ઉસ્થિતિબંધ સંખ્યાતગુણ અંતઃકો૦કોસા) થાય. તેનાથી ૬ઠ્ઠા-૭માગુણ૦ જસ્થિતિબંધ સંખ્યાતગુણ અંતઃકો૦કોસાથાય. તેનાથી ૬ઠ્ઠા-૭માગુણ, ઉસ્થિતિબંધ સંખ્યાતગુણ અંતઃકો૦કોસાથાય.
- ૬ ૧૪૩