________________
ગુણઠાણાના છઠ્ઠાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષેપકમહાત્મા તદ્યોગ્ય વિશુદ્ધિથી જિનનામ અને આહારકદ્વિકનો જવસ્થિતિબંધ કરે છે.
ચિત્રનં૦૪માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૮મા ગુણઠાણાના છઠ્ઠાભાગના છેલ્લાસમયે=૫૦મા સ્થિતિસ્થાને રહેલા મહાત્મા તદ્યોગ્ય [જિનનામાદિના જળસ્થિતિબંધને યોગ્ય] વિશુદ્ધિથી જિનનામ અને આહારકઠિકનો અંતઃકોકો સાવ પ્રમાણ જઘન્યસ્થિતિબંધ કરે છે.
અનિવૃત્તિગુણઠાણાના પાંચભાગ કરવા. તેમાંથી પહેલાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષેપકમહાત્મા તદ્યોગ્યવિશુદ્ધિથી પુત્રવેદનો ૮ વર્ષનો જઘન્યસ્થિતિબંધ કરે છે. બીજાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષેપકમહાત્મા તદ્યોગ્યવિશુદ્ધિથી સંક્રોધનો ૨ માસનો જઘન્યસ્થિતિબંધ કરે છે. ત્રીજાભાગને છેલ્લાસમયે રહેલા ક્ષેપકમહાત્મા તદ્યોગ્ય વિશુદ્ધિથી સંવમાનનો ૧ માસનો જઘન્યસ્થિતિબંધ કરે છે. ચોથાભાગના છેલ્લાસમયે રહેલા ક્ષપકાત્મા તદ્યોગ્યવિશુદ્ધિથી સંવેમાયાનો ૧૫ દિવસનો જઘન્યસ્થિતિબંધ કરે છે અને પાંચમાભાગના છેલ્લા સમયે રહેલા ક્ષેપકમહાત્મા તદ્યોગ્ય વિશુદ્ધિથી સંદ્રલોભનો અંતર્મુહૂર્ત જેટલો જઘન્યસ્થિતિબંધ કરે છે. જઘન્યસ્થિતિબંધના સ્વામી :साय-जसुच्चावरणा विग्धं सुहुमो विउव्वि छ असन्नी । सन्नी वि आउ बायरपज्जेगिंदि उ सेसाणं ॥ ४५ ॥ सातयश-उच्चैरावरणानि, विघ्नं सूक्ष्मो वैक्रियषट्कमसंज्ञी । संज्यप्यायूंषि, बादरपर्याप्तैकेन्द्रियस्तु शेषाणाम् ॥ ४५ ॥
ગાથાર્થ :- સૂક્ષ્મસંપરાયગુણઠાણાવાળા જીવો શાતાવેદનીય, યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર, જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-પ એ ૧૭ પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ કરે છે. અસંજ્ઞીપંચેન્દ્રિયજીવો વૈક્રિયષકનો જઘન્યસ્થિતિબંધ કરે છે. સંજ્ઞી અને અસંક્ષીપંચેન્દ્રિય ચારે આયુષ્યનો જઘન્યસ્થિતિબંધ કરે છે અને બાદરપર્યાપ્તા એકેન્દ્રિયજીવો બાકીની પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ કરે છે.
વિવેચન -સૂક્ષ્મસંપરા ગુણઠાણાના છેલ્લાસમયે રહેલા મહાત્મા ઉOવિશુદ્ધિથી શાતાનો ૧૨મુહૂર્તનો જઘન્યસ્થિતિબંધ કરે છે. યશકીર્તિ
[ ૧૩૩)