________________
શંકા - જેમ દેવાયુને બાંધતી વખતે બંધના પ્રથમ સમયે જ દેવાયુનો ઉ૦સ્થિતિબંધ થાય છે. તેમ જ્ઞાનાવરણીયાદિકર્મોનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ પણ બંધના પ્રથમસમયે જ થાય કે દ્વિતીયાદિસમયે પણ થાય?
સમાધાન - જ્ઞાનાવરણીયાદિના ઉ0સ્થિતિબંધનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. એટલે જઘન્યથી જ્ઞાનાવરણીયાદિનો ૩૦કોડાકોડીસાગરોપમાદિ ઉ0સ્થિતિબંધ એક જ સમય થાય છે. દ્વિતીયાદિ સમયે મધ્યમસ્થિતિબંધ થાય છે અને ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણીયાદિનો ૩૦કોડાકોડીસાગરોપમાદિ ઉસ્થિતિબંધ સતત અંતર્મુહૂર્ત સુધી થાય છે. એટલે કે પ્રથમસમયે જ્ઞાનાવરણીયાદિનો ૩૦કોકો સાગરોપમાદિ ઉસ્થિતિબંધ થાય છે. બીજા સમયે પણ ૩૦કોડાકોડીસાગરોપમાદિ ઉ0સ્થિતિબંધ થાય છે. ત્રીજા સમયે પણ ૩૦કોડાકોડીસાગરોપમાદિ ઉસ્થિતિબંધ થાય છે. એ રીતે, અંતર્મુહૂર્ત સુધી ૩૦કોડાકોડીસાગરોપમાદિ ઉસ્થિતિ બંધાય છે. તેથી દ્વિતીયાદિ સમયે પણ ઉસ્થિતિબંધ હોય છે.
શંકા- આયુષ્યનો ઉસ્થિતિબંધ અબાધા સહિત ન કહીએ, તો અંતર્મુહૂર્ત સુધી સતત ૩૩સાનો ઉસ્થિતિબંધ કહી શકાય કે નહિ?
સમાધાન :- આયુષ્યનો ઉ0સ્થિતિબંધ અબાધા સહિત ન કહીએ, તો અંતર્મુહૂર્ત સુધી સતત ૩૩ સાગરોપમનો ઉસ્થિતિબંધ કહી શકાય.
બંધયોગ્ય ૧૪૬ પ્રકૃતિમાંથી જિનનામ, આહારકદ્ધિક, દેવાયું એ-૪ વિના ૧૪૨ પ્રકૃતિનો ઉ0સ્થિતિબંધ પર્યાપ્ત મિથ્યાદષ્ટિસંજ્ઞીજીવો કરે છે. પણ વિશેષથી મનુષ્યાયુ અને તિર્યંચાયુની ઉ૦સ્થિતિ શુભ હોવાથી તદ્યોગ્ય વિશુદ્ધપરિણામી મિથ્યાદૃષ્ટિ તિર્યંચ-મનુષ્ય તે બન્ને આયુષ્યની ઉસ્થિતિ બાંધે છે અને બાકીની ૧૪૦ પ્રકૃતિની ઉસ્થિતિ સંલિષ્ટપરિણામી મિથ્યાદષ્ટિજીવો બાંધે છે.
શંકા - પહેલા કરતાં ચોથાગુણઠાણે વિશુદ્ધિ વધારે હોય છે. તેથી ચોથાગુણઠાણે મનુષ્યાયુનો ઉસ્થિતિબંધ કેમ નથી કહ્યો? અને પહેલાં કરતાં બીજા ગુણઠાણે વિશુદ્ધિ વધારે હોય છે. તેથી બીજા ગુણઠાણે તિર્યંચાયુનો ઉસ્થિતિબંધ કેમ નથી કહ્યો ?
સમાધાન - પહેલા ગુણઠાણા કરતાં ચોથાગુણઠાણે વિશુદ્ધિ વધારે