________________
* નામકર્મની પ્રકૃતિનો જળસ્થિતિબંધ ૫૦અસંવભાગન્યૂન સાવ થાય છે. * નીચગોત્રનો જળસ્થિતિબંધ ૫૦અioભાગચૂન કે સાવ થાય છે.
કર્મપ્રકૃતિનાં મતે એક વર્ગમાં રહેલી દરેક ઉત્તરપ્રકૃતિનો ઉ૦સ્થિતિબંધ જુદો જુદો હોવા છતાં જસ્થિતિબંધ એકસરખો થાય છે.
એકેન્દ્રિય જીવો પોતપોતાના વર્ગની ઉસ્થિતિને મિથ્યાત્વની ઉસ્થિતિથી ભાગતાં જેટલો સ્થિતિબંધ આવે છે. તેટલો ઉ0સ્થિતિબંધ કરે છે. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમોભાગ ઓછો કરવાથી જેટલો સ્થિતિબંધ આવે છે. તેટલો જ0સ્થિતિબંધ કરે છે. દાત. એકેન્દ્રિયજીવો જ્ઞાના૦૫+દર્શના૦૯+વેદ૦૨+ અંત૨૫=૨૧ પ્રકૃતિનો ઉ5સ્થિતિબંધ ૩ સાગરોપમ કરે છે અને જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગનૂન છે સાગરોપમ કરે છે.
એકેન્દ્રિયજીવો જે પ્રકૃતિનો જેટલો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. તેનાં કરતાં બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય જીવો ક્રમશઃ ૨૫-૫૦-૧૦૦ અને ૧૦૦૦ ગુણો અધિક ઉસ્થિતિબંધ કરે છે. તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઓછો કરવાથી બેઇન્દ્રિયાદિનો જઘન્યસ્થિતિબંધ આવે છે.
ક્ષુલ્લકભવ= @દ્રભવ= નાનામાં નાનો ભવ. - કોઇપણ જીવનું ક્ષુલ્લકભવથી નાનું ટૂિંકુ આયુષ્ય હોતું નથી સૌથી ઓછામાં ઓછું આયુષ્ય ક્ષુલ્લકભવ પ્રમાણ અંતર્મુહૂર્ત હોય છે.
લબ્ધિ-અપર્યાપ્ત એ કેન્દ્રિય-વિકલેન્દ્રિ-અસંશી-સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનું પણ ક્ષુલ્લકભવ પ્રમાણ આયુષ્ય હોય છે. એટલે લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા જીવનું જ શુલ્લકભવ જેટલું આયુષ્ય હોય છે. એવું ન સમજવું.
આગમમાં મનુષ્યા, અને તિર્યંચાયુનો જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ કહ્યો છે અને અહીં ક્ષુલ્લકભવ પ્રમાણ કહ્યો છે. તેમાં કોઈ વિરોધ નથી. કારણકે અંતર્મુહૂર્તના અસંખ્ય પ્રકારો છે. તેમાંથી મનુષ્યાયું અને તિર્યંચાયુનું ક્ષુલ્લકભવ પ્રમાણ અંતર્મુહૂર્ત લેવું. (૨૩) આવશ્યકસૂત્રની ટીકા વગેરેમાં સુલકભવ જેટલું આયુષ્ય વનસ્પતિમાં જ કહ્યું છે.
૧૧૦