________________
મનુષ્યગતિમાં બંધસ્વામિત્વ - મનુષ્યગતિમાં અને અપતિ૦-મનુ0માં બંધસ્વામિત્વ :इय चउगुणेसु वि नरा, परमजया सजिण ओहु देसाई । जिणइक्कारसहीणं नवसउ अपजत्ततिरिय नरा ॥९॥ इति चतुर्गुणेष्वपि नराः परमयताः सजिनमोघो देशादिषु । जिनेकादशहीनं नवशतमपर्याप्ततिर्यंडनराः ॥९॥
ગાથાર્થ - એ જ પ્રમાણે, (પર્યાપ્તાતિર્યચપંચેન્દ્રિયની જેમ) મનુષ્યગતિમાં પણ ચાર ગુણઠાણા સુધી બંધસ્વામિત્વ જાણવું. પરંતુ અવિરતસમ્યદૃષ્ટિમનુષ્યો જિનનામ સહિત બંધ કરે છે. દેશવિરતિ વગેરે ગુણઠાણામાં ઓઘબંધ સમજવો અને લબ્ધિઅપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો જિનનામાદિ-૧૧ વિના ૧૦૯ કર્મ પ્રકૃતિને બાંધે છે.
વિવેચન - મનુષ્યો બે પ્રકારે છે. (૧) ગર્ભજ મનુષ્યો અને (૨) સંમુશ્કેિમમનુષ્યો તેમાંથી સમુચ્છેિમમનુષ્યો સર્વે લબ્ધિ-અપર્યાપ્તા જ હોય છે અને ગર્ભજમનુષ્યો (૧) લબ્ધિ-પર્યાપ્તા અને (૨) લબ્ધિઅપર્યાપ્તા એમ બે પ્રકારે છે. સર્વે લબ્ધિ-અપર્યાપ્તા મનુષ્યોને પહેલું જ ગુણસ્થાનક હોય છે અને પર્યાપ્તા મનુષ્યોને ચૌદ ગુણસ્થાનક હોય છે. પર્યાપ્તામનુષ્યોનું બંધસ્વામિત્વ :
પર્યાપ્તા મનુષ્યો ઓધે ૧૨૦ અને મિથ્યાત્વગુણઠાણે જિનનામ અને આહારકદ્ધિક વિના ૧૧૭ કર્મપ્રકૃતિને બાંધે છે. સાસ્વાદનગુણઠાણે નરકત્રિકાદિ-૧૬ વિના ૧૦૧ કર્મપ્રકૃતિને બાંધે છે. મિશ્રાદિ ગુણઠાણે મનુષ્યો વિશુદ્ધ પરિણામવાળા હોવાથી, નિયમા દેવગતિ પ્રાયોગ્ય કર્મને બાંધે છે. તેથી ત્યાં મનુષ્યભવને યોગ્ય મનુષ્યત્રિક, ઔદારિકદ્ધિક અને વજઋષભનારાચસંઘયણ એ-૬ કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે ૧૦૧માંથી મનુષ્યત્રિકાદિ-૬ + અનં૦૨૫ + દેવાયુ = ૩૨ વિના
૪૩