________________
(૨) પ્રયોજન - વર્તમાનકાળમાં મંદબુદ્ધિવાળા જીવોને બંધસ્વામિત્વનો સંક્ષેપથી બોધ કરાવવો, એ ગ્રન્થકર્તાનું અનંતર પ્રયોજન છે અને બંધસ્વામિત્વનો બોધ થવો, એ શ્રોતાનું અનંતર પ્રયોજન છે. તેમજ એ બન્નેનું પરંપર પ્રયોજન મોક્ષ છે.
(૩) સંબંધ - આ ગ્રન્થ પોતાની બુદ્ધિથી બનાવેલો નથી. પરંતુ સૌ પ્રથમ ભગવાન મહાવીરસ્વામીએ ગત્યાદિમાર્ગણાને વિષે બંધસ્વામિત્વની દેશના આપી. તેની ભગવાન સુધર્મસ્વામીએ સૂત્રરૂપે રચના કરી એટલે ગુરૂની પરંપરાથી પ્રાપ્ત થયેલ અર્થની સાથે આ ગ્રન્થનો “ગુરુપર્વક્રમ” સંબંધ છે.
(૪) અધિકારી :- જે મોક્ષમાર્ગાભિમુખી ભવ્યજીવો બંધસ્વામિત્વને જાણવાની ઇચ્છાવાળા હોય અને તેનામાં બંધસ્વામિત્વને સમજવાની યોગ્યતા હોય, તે આ ગ્રન્થ ભણવાના અધિકારી છે.
એ રીતે, અનુબંધચતુય કહ્યું. માર્ગણા -
गइ इन्दिए य काए, जोए वेए कसाय नाणे य । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥
(બૃહદ્ગન્ધસ્વામિત્વ ગાથા-૨) ગતિ ઇંદ્રિય કાય યોગ વેદ કષાય જ્ઞાન | | | | | | | ૪ + ૫ + ૬ + ૩ + ૩ + ૪ + ૮ + સંયમ દર્શન લેશ્યા ભવ્ય સમ્યકત્વ સંશી આહારી કુલ | + 1 + + 4 + 1 + + + 4
૭ ૪ ૬ ૨ ૬ ૨ ૨ = ૬૨ માર્ગણા છે.
૨૮