________________
જેવા દુર્ગંધી, સાગરવૃક્ષના પત્રથી વધુ કર્કશ પુદ્ગલોથી જે અહંકારી, બીજાને દુઃખદાયક પરિણામ ઉત્પન્ન થાય છે, તે “કાપોતલેશ્યા” કહેવાય છે. ચોથા મુસાફરને ઉગતા સૂર્ય જેવા લાલ, આમ્રફળ જેવા મીઠા, સુગંધી અને માખણ જેવા કોમળ પુદ્ગલથી જે નમ્ર, સરળ, પાપભીરૂ શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “તેજોલેશ્યા” કહેવાય છે. પાંચમા મુસાફરને સુવર્ણ જેવા પીળા વર્ણવાળા, દ્રાક્ષ જેવા મીઠા રસવાળા, સુગંધી અને માખણથી પણ વધુ કોમળ પુદ્ગલથી જે તીવ્ર શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “પદ્મલેશ્યા” કહેવાય છે અને છઠ્ઠા મુસાફરને ગાયના દૂધ જેવા શ્વેતવર્ણવાળા, શેરડીના જેવા મીઠા રસવાળા, અત્યંત સુગંધી અને અત્યંત કોમળ લેશ્યાના પુદ્ગલથી જે તીવ્રતમ શુભપરિણામ ઉત્પન્ન થાય છે, તે “શુક્લલેશ્યા” કહેવાય છે. (૧૧) ભવ્યમાર્ગણા :- (1) ભવ્ય (2) અભવ્ય
(1) જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા છે, તે ભવ્ય કહેવાય છે અને (2) જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા જ નથી, તે અભવ્ય કહેવાય છે.
(૧૨) સમ્યક્ત્વમાર્ગણા :
(1) ક્ષાયિક, (2) ક્ષયોપશમ, (3) ઉપશમ, (4) મિશ્ર, (5) સાસ્વાદન અને (6) મિથ્યાત્વ..... એ ૬ પ્રકારે છે.
(1) દર્શનમોહનીયકર્મના સંપૂર્ણ ક્ષયથી જે અત્યંત વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “ક્ષાયિકસમ્યક્ત્વ” કહેવાય છે.
(2) દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમથી જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “ક્ષયોપશમસમ્યક્ત્વ” કહેવાય છે
(3) દર્શનમોહનીયકર્મનો સંપૂર્ણ ઉપશમ થવાથી જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, તે ઔપશમિકસમ્યક્ત્વ” કહેવાય છે. (4) મિશ્રમોહનીયકર્મના ઉદયથી જે પરિણામ ઉત્પન્ન થાય છે, તે “મિશ્રસમ્યક્ત્વ' કહેવાય છે.
૨૪