________________
સામાયિકવ્રત સહિત પંચમહાવ્રતનું પચ્ચખાણ કરવું, તે સંયમ કહેવાય છે. તે પાંચ પ્રકારે છે.
(1) સામાયિકચારિત્ર (2) છેદોપસ્થાપનીયચારિત્ર (3) પરિહાર વિશુદ્ધિચારિત્ર (4) સૂક્ષ્મસંપરાયચારિત્ર (5) યથાવાતચારિત્ર (1) સામાયિકચારિત્ર :
સમ્ + આય = સમાય [સમાયને રૂ[ પ્રત્યય લાગીને સામાયિક શબ્દ બન્યો છે. ] સમ = સમતા (રાગદ્વેષનો અભાવ) આય = પ્રાપ્તિ
જેનાથી સમતા (રાગ-દ્વેષના અભાવ)ની પ્રાપ્તિ થાય છે, તે સામાયિક કહેવાય.
સામાયિકચારિત્ર-૨ પ્રકારે છે. (૧) ઇત્વરકાલિક સામાયિકચારિત્ર (૨) વાવસ્કથિકસામાયિકચારિત્ર. (૧) જે ચારિત્ર અલ્પકાળ જ રહે છે, તે ઇત્વરકાલિક કહેવાય.
ભરત અને ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં રહેલા દીક્ષાર્થીઓને દીક્ષા આપતી વખતે પાંચ મહાવ્રત ઉચ્ચરાવવામાં આવતા નથી. પણ જ્યારે યોગોદ્રહનાદિ પૂર્ણ થઈ જાય છે. ત્યારે પાંચ મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવે છે. તેને વડી દીક્ષા કહે છે. એટલે દીક્ષા દિનથી માંડીને વડી દીક્ષા સુધીનું અલ્પકાળ જ રહેનારૂ જે ચારિત્ર છે, તે ઇત્વરકાલિકસામાયિકચારિત્ર કહેવાય છે. (૨) જે ચારિત્ર દીક્ષાદિનથી માંડીને મરણ સુધી રહે છે, તે થાવત્રુથિકચારિત્ર કહેવાય.
ભરત અને ઐરાવતમાં પહેલા અને છેલ્લા સિવાયના વચ્ચેના ૨૨ તીર્થકરના સાધુઓ તથા મહાવિદેહક્ષેત્રમાં રહેલા સાધુઓને દીક્ષા
૧૮