________________
જવાબ :- મનોયોગ અને વચનયોગ વિના કેવળકાયયોગ માત્ર એકેન્દ્રિય જીવોને જ હોય છે. તેથી કેવળકાયયોગ માર્ગણામાં એકેન્દ્રિયની જેમ ઓધે-૧૦૯, મિથ્યાત્વે-૧૦૯ અને સાસ્વાદને-૯૬ [મતાંતરે-૯૪] પ્રકૃતિ બંધાય છે. તથા મનોયોગ વિના કેવળવચનયોગ વિકલેન્દ્રિય જીવોને જ હોય છે. તેથી કેવળવચનયોગમાર્ગણામાં વિકસેન્દ્રિયની જેમ ઓધે-૧૦૯, મિથ્યાત્વે-૧૦૯ અને સાસ્વાદને ૯૬ મિતાંતરે-૯૪] પ્રકૃતિ બંધાય છે. પ્રશ્ન :- (૨૩) શાસ્ત્રમાં કહ્યું છે કે, ત્રણે વેદવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. તેથી વેદમાર્ગણામાં ૧થી૧૩ ગુણઠાણા સુધી બંધસ્વામિત્વ કેમ નથી કહ્યું ? જવાબ :- વેદ-૨ પ્રકારે છે. (૧) દ્રવ્યવેદ અને (૨) ભાવવેદ નામકર્મના ઉદયથી શરીરની જે આકૃતિ બને છે, તે દ્રવ્યવેદ કહેવાય છે અને મોહનીય કર્મના ઉદયથી જે સંસારના ભોગસુખની અભિલાષા ઉત્પન્ન થાય છે તે ભાવવેદ કહેવાય છે.
દ્રવ્યવેદ-૩ પ્રકારે છે. તેમાં (૧) જે વ્યક્તિના શરીરનો આકાર દાઢી, મુંછાદિ ચિહ્નોવાળો હોય છે, તે પુરુષવેદી કહેવાય છે. (૨) જે વ્યક્તિમાં દાઢી, મુંછાદિ ચિહ્નો ન હોય પરંતુ સ્તનાદિ ચિહ્નો હોય છે, તે સ્ત્રીવેદી કહેવાય છે અને (૩) જે વ્યક્તિમાં સ્ત્રી-પુરુષ બન્નેના થોડા થોડા ચિહ્નો જણાય છે, તે નપુંસકવેદી કહેવાય છે. એ ત્રણે વેદવાળા જીવો કેવળજ્ઞાન પામીને, મોક્ષમાં જઈ શકે છે. પરંતુ વેદમાર્ગણા દ્રવ્યવેદની અપેક્ષાએ કહેવાતી નથી. માત્ર ભાવવંદની અપેક્ષાએ જ કહેવાય છે. અને ભાવવેદ ૧થી૮ ગુણઠાણા સુધી જ હોય છે. એટલે વેદમાર્ગણામાં બંધસ્વામિત્વ ૧થી૮ ગુણઠાણા સુધી જ કહ્યું છે. ૧ થી ૧૩ ગુણઠાણા સુધી નથી કહ્યું. પ્રશ્ન :- (૨૪) વેદત્રિકનો ઉદય નવમાગુણઠાણા સુધી હોવાથી વેદમાર્ગણા પણ નવમાગુણઠાણા સુધી હોય છે. તેથી વેદમાર્ગણામાં બંધસ્વામિત્વ નવમાગુણઠાણાના અંત સુધી ન કહેતાં, પહેલા ભાગ સુધી જ કેમ કહ્યું છે ? (૧૦) થોવા નપુંa fસા થી નર સિવા સંવપુI I......... IIA || [નવતત્ત્વ)
૨૬૬