________________
આવ્યા પછી તુર્ત જ કાર્મણકાયયોગથી આહારને ગ્રહણ કરે છે અને ત્યારપછીથી શરીરની સમાપ્તિ થાય ત્યાં સુધી મિશ્રયોગવડે આહારને ગ્રહણ કરે છે.
(૨) ગ્રન્થકાર ભગવંતશ્રી દેવેન્દ્રસૂરિમહારાજાદિનું એવું માનવું છે કે, ઉત્પત્તિના બીજા સમયથી માંડીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્રયોગ હોય છે. ત્યારપછી શુદ્ધયોગ હોય છે. પ્રશ્ન -(૧૬) મિશ્રયોગની બાબતમાં પૂજ્યશ્રી ભદ્રબાહુ સ્વામીજીની માન્યતા સાથે ગ્રન્થકાર ભગવંતની માન્યતાનો સમન્વય કેવી રીતે થશે? જવાબ :- શ્રીભદ્રબાહુસ્વામીજીએ ગાથામાં જે “સરીર નિહ” પદ કહ્યું છે. તેનો અર્થ શરીરપર્યાપ્તિની સમાપ્તિ એવો ન કરવો. પરંતુ સંપૂર્ણતયા શરીરની રચનાની સમાપ્તિ એવો અર્થ કરવો. કારણકે ગ્રંથકાર ભગવંતે ચોથા કર્મગ્રંથની ચોથી ગાથાની ટીકામાં કહ્યું છે કે, શરીર પર્યાપ્તિ પૂર્ણ થવાથી તે શરીર સ્વતંત્ર રીતે કામ કરી શકતું નથી. પણ જ્યારે ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન:પર્યાપ્તિ પૂર્ણ થાય છે ત્યારે તે શરીર સ્વતંત્ર રીતે કામ કરવાને માટે સમર્થ બને છે. તેથી જ્યાં સુધી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્રયોગ માનવો જોઈએ. જો “શરીર નિત્તી” પદનો અર્થ સંપૂર્ણતયા શરીરની રચનાની સમાપ્તિ એવો કરવામાં આવે, તો ભદ્રબાહુસ્વામીજીના કથનની સાથે ગ્રન્થકાર ભગવંતના કથનનો સમન્વય થઈ જશે. પ્રશ્ન :- (૧૭) ગ્રન્થકાર ભગવંતે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ માનેલો છે અને ટીકાકાર ભગવંતે શરીરની નિષ્પત્તિ સુધી ઔદારિકમિશ્રયોગ માનેલો છે. તેથી
(5) कार्मणकाययोगोऽपान्तरालगतावुत्पत्ति प्रथमसमये च शेषकालं त्वौदारिकमिश्र#ાયો: I [ચોથા કર્મગ્રન્થમાં ગાથાનં૦૪ની સ્વોપજ્ઞ ટીકા] (७) उत्पत्तिदेशे हि पूर्वभवादनन्तरमागतो जीवः प्रथमसमये कार्मणनैव केवलेनाहारयति, ततः परमौदारिकस्याप्यारब्धत्वादौदारिकेण कार्मण-मिश्रेण यावद् शरीरस्य निष्पत्तिः, [ત્રીજા કર્મગ્રન્થની ગાથા નં૦ ૧૪ ની ટીકા]
૨૬૩