________________
સત્તામાં હોય છે. કારણકે જે જીવે સમ્યત્વ પ્રાપ્ત કર્યા પછી જિનનામ બાંધેલું હોય અને અપ્રમત્તગુણઠાણે આહારકદ્રિક બાંધેલુ હોય, તે જીવ ત્યાંથી પડીને મિથ્યાત્વે આવે, તો તેને મિથ્યાત્વે જિનનામ, આહા૦૪, સમો અને મિશ્રમો સત્તામાં હોય છે. પણ અભવ્ય ક્યારેય મિથ્યાત્વગુણસ્થાનકથી આગળ જઈ શકતો નથી. તેથી તેને જિનનામાદિ-૭ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. સાયિકસમ્યકત્વમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :સાયિકસમ્યકત્વમાર્ગણામાં સત્તાસ્વામિત્વखइए इग-चत्तसयं, विण दंसणसत्तगं चउसु एवं । तुरियाईसुं केइ उ, देसाइतिगे विणाउदुगं ॥ २६॥ गुणचत्तसयं अट्ठम-गुणाइ चउगे ऽद्रुमे गुणे णवमे । अडतीससया इत्तो, जाव अजोगिगुणमोघव्व ॥२७॥
ગાથાર્થ :- ક્ષાયિકસમ્યકત્વ માર્ગણામાં દર્શનસપ્તક વિના ૧૪૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચોથાથી સાતમાગુણઠાણા સુધીના કુલ ચારગુણઠાણે સત્તાસ્વામિત્વ જાણવું. કેટલાક આચાર્ય મહારાજાના મતે દેશવિરતિ વગેરે ત્રણ ગુણઠાણે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ૧૩૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. ઉપશમશ્રેણીમાં ૮ થી ૧૧ સુધીના કુલ ૪ ગુણઠાણે ૧૩૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. ક્ષપકશ્રેણીમાં આઠમે-નવમે ગુણઠાણે ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાંથી આગળ ૧૪માં ગુણઠાણા સુધી ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.
વિવેચન :- ક્ષાયિકસમ્યકત્વ માર્ગણામાં ઓથે અને ૪ થી ૭ સુધીના કુલ-૪ ગુણઠાણે દર્શનસપ્તક વિના ૧૪૧ પ્રકૃતિ સત્તામાં હોય છે.
૨૪૯