________________
પહેલાભાગે ૧૩૭, બીજાભાગે સ્થાવરાદિ-૧૬ વિના ૧૨૧, ત્રીજાભાગે કષાયાષ્ટક વિના ૧૧૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી નપુંસકવેદનો ઉદય અને સત્તા એકી સાથે નાશ પામે છે. તેની સાથે જ સ્ત્રીવેદની સત્તાનો પણ ક્ષય થાય છે. એટલે તે જીવ અવેદી બને છે. તે વખતે અવેદમાર્ગણામાં ૯મા ગુણઠાણે ૧૧૩માંથી નપુંસકવેદ અને સ્ત્રીવેદ વિના ૧૧૧ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી પુરુષવેદ અને હાસ્યષટ્કનો એકી સાથે ક્ષય થવાથી ૧૦૪, સંક્રોધનો ક્ષય થવાથી ૧૦૩, સં૦માનનો ક્ષય થવાથી ૧૦૨, અને સંમાયાનો ક્ષય થવાથી ૧૦૧ પ્રકૃતિ સત્તામાં રહે છે.
પુરુષવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને છેલ્લે ૧૧૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે પુરુષવેદનો ઉદયવિચ્છેદ થાય છે. તેની સાથે જ હાસ્યષટ્કનો ક્ષય થાય છે. ત્યાર પછી તે જીવ અવેદી બને છે. તે વખતે અવેદમાર્ગણામાં ૯મા ગુણઠાણે ૧૧૨માંથી હાસ્યષટ્ક વિના ૧૦૬ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી પુરુષવેદનો ક્ષય થવાથી ૧૦૫, સંક્રોધનો ક્ષય થવાથી ૧૦૪, સંમાનનો ક્ષય થવાથી ૧૦૩ અને સંમાયાનો ક્ષય થવાથી ૧૦૨ પ્રકૃતિ સત્તામાં રહે છે.
આ પ્રમાણે, અવેદમાર્ગણામાં નવમા ગુણઠાણે ૧૧૨, ૧૧૧, ૧૦૬, ૧૦૫, ૧૦૪, ૧૦૩, ૧૦૨ અને ૧૦૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી ૧૦ થી ૧૪ ગુણઠાણા સુધી મનુષ્યગતિમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.
મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :
મનઃપર્યવજ્ઞાનમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ
ओघव्व पमत्ताई, सत्त उ मणपज्जवम्मि अत्थि परं । अडयालसयट्ठाणे तिरिणिरयाऊ विणा छचत्तसयं ॥ २४ ॥
૨૪૭