________________
ગાથાર્થ :- દેશવિરતિ, સૂક્ષ્મપરાય, સાસ્વાદન, મિશ્ર અને મિથ્યાત્વમાર્ગણામાં પોતપોતાના ગુણઠાણે, યથાખ્યાતચારિત્રમાર્ગણામાં છેલ્લા ચાર ગુણઠાણે અને તેજો-પાલેશ્યામાં ૧થી ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. પરંતુ ત્રણ શુભલેશ્યામાં પહેલા ગુણઠાણે તીર્થંકર નામકર્મ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે.
વિવેચન :-દેશવિરતિમાર્ગણામાં પાંચમું એક જ ગુણઠાણ હોય છે. સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં દસમું એક જ ગુણઠાણ હોય છે.
સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં બીજા એક જ ગુણઠાણ હોય છે. મિશ્રમાર્ગણામાં ત્રીજુ એક જ ગુણઠાણુ હોય છે. અને મિથ્યાત્વ માર્ગણામાં પહેલું એક જ ગુણઠાણ હોય છે. તે સર્વે માર્ગણામાં પોત-પોતાના ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું....
યથાખ્યાતચારિત્ર માર્ગણામાં ૧૧થી૧૪ ગુણઠાણે મનુષ્યગતિ માર્ગણામાં કહ્યાં મુજબ સત્તાસ્વામિત્વ જાણવું.
* તેજો અને પદ્મલેશ્યામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી. તેનું કારણ પૂર્વે શુકલતેશ્યામાં કહ્યું છે.
તેજો અને પદ્મલેશ્યામાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે શુકલેશ્યાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું અને રથી૭ ગુણઠાણે મનુષ્યગતિમાર્ગણામાં કહ્યાં મુજબ સત્તાસ્વામિત્વ જાણવું. ઇન્દ્રિય અને કાયમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃએકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વી, અપૂ અને વનસ્પતિકાયમાં સત્તાસ્વામિત્વ - एगिदि विगलभूदग-वणेसु विण तित्थणारगसुराऊ । पणयालसयं बीए णराउआहारचउगूणा ॥१७॥
ગાથાર્થ - એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, અને વનસ્પતિકાય માર્ગણામાં તીર્થંકરનામકર્મ, નરકાયુ અને દેવાયુ
૨૩૪