________________
જે જીવ મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. તેને ઉત્પત્તિના પ્રથમ સમયથી માંડીને જ્યાં સુધી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ હોય છે અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ હોય છે
કેટલાક આચાર્ય મ.સા.ના મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ હોય છે.
ઔદારિકશરીરજન્ય પ્રવૃત્તિને ઔદારિકકાયયોગ કહે છે.
જે જીવ દેવગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. તેને ઉત્પત્તિના પ્રથમસમયથી માંડીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈક્રિયકાયયોગ હોય છે અને કેટલાક આચાર્ય મ.સા.ના મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈક્રિયકાયયોગ હોય છે.
વૈક્રિયશરીરજન્ય પ્રવૃત્તિને વૈક્રિયકાયયોગ કહે છે.
આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર પ્રમત્તસંયમી મહાત્મા જ્યારે આહારકશરીર બનાવે છે ત્યારે આહારકશરીરની રચનાના પ્રથમ સમયથી માંડીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકની સાથે આહારકનું મિશ્રણ થવાથી આહારકમિશ્નકાયયોગ હોય છે અને સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આહારકકાયયોગ હોય
(૩) સિદ્ધાંતનાં મતે આહારકશરીર બનાવતી વખતે જીવ ઔદારિકકાયયોગથી
આહારકશરીરને યોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરે છે. એટલે તે વખતે ઔદારિકશરીરની પ્રધાનતા હોય છે. તેથી આહારકશરીરના પ્રારંભકાળે ઔદારિકમિશ્ર કાયયોગ હોય છે. એ જ રીતે, ઉત્તરવૈક્રિય શરીરના પ્રારંભકાળે પણ ઔદારિકમિશ્નકાયયોગ હોય છે.
૧૪