________________
સ્વરૂપે વિચારવી, તે સત્યમનોયોગ કહેવાય. દા.ત. દ્રવ્યાર્થિકનયથી જીવ નિત્ય છે અને પર્યાયાર્થિકનયથી જીવ અનિત્ય
છે એમ વિચારવું, તે સત્યમનોયોગ કહેવાય. (2) સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જે સ્વરૂપે કહી છે તે વસ્તુ તે જ
સ્વરૂપે ન વિચારવી પણ વિપરીત સ્વરૂપે વિચારવી, તે અસત્યમનોયોગ કહેવાય. દા.ત. જીવ એક જ છે. નિત્ય જ છે.
એમ વિચારવું, તે અસત્યમનોયોગ કહેવાય. (3) જે વિચાર કાંઈક અંશે સત્ય હોય અને કંઈક અંશે અસત્ય
હોય, તે સત્યાસત્ય (મિશ્ર) મનોયોગ કહેવાય. દા.ત. “આ આંબાનું વન છે.” એમ વિચારવું, તે સત્યાસત્યમનોયોગ કહેવાય. કારણકે તેમાં કેટલાક આંબાના વૃક્ષો હોવાથી સત્ય છે અને કેટલાક કેળાના વૃક્ષો હોવાથી અસત્ય પણ છે. તેથી તે વિચારને
સત્યાસત્યમનોયોગ કહે છે. (4) જે વિચાર સત્ય ન હોય અને અસત્ય પણ ન હોય, તે
અસત્ય-અમૃષા મનોયોગ કહેવાય છે. દા.ત. હે દેવદત્ત ! તું ઘડો લાવ. ઇત્યાદિ વ્યવહારિક ચિંતન કરવું, તે અસત્ય-અમૃષા
મનોયોગ કહેવાય. (૨) વાણીને વચનયોગ કહે છે. તે. ૪ પ્રકારે છે. (1) સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જે સ્વરૂપે કહી છે, તે વસ્તુ તે જ
સ્વરૂપે કહેવી, તે સત્યવચનયોગ કહેવાય છે. દા.ત. દ્રવ્યાર્થિકનયથી જીવ નિત્ય છે અને પર્યાયાર્થિકનયથી જીવ અનિત્ય
છે. એમ કહેવું, તે સત્યવચનયોગ કહેવાય. (2) સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જે સ્વરૂપે કહી છે, તે વસ્તુ તે જ
સ્વરૂપે ન કહેવી, પણ વિપરીત સ્વરૂપે કહેવી, તે અસત્યવચનયોગ કહેવાય. દા. ત. જીવ નિત્ય જ છે. એક જ
છે. એમ કહેવું, તે અસત્યવચનયોગ કહેવાય. (3) જે વચન કાંઈક અંશે સત્ય હોય અને કાંઈક અંશે અસત્ય
૧૨