________________
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૨ [મિશ્રમો બાદ કરીને, સ0મો૦ ઉમેરવી] + આયુ૦૪+ નામ- ૫૧ + ગો૦૨+ અંત૦પ =૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૫) દેશવિરતિગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વેર + મો૦ ૧૮ [૨૨માંથી અપ્ર૭૪ વિના]+ આયુ૦૨ નિરકાયુ - દેવાયુ વિના] + નામ - ૪૪ [૫૧માંથી નરકગતિ, દેવગતિ, વૈક્રિયદ્રિક, દુર્ભગ, અનાદેય, અયશ વિના]+ગો૦૨+ અંતo૫=૮૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૬થી૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.. અણાહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
જયારે જીવ માત્ર કાર્મણકાયયોગી જ હોય છે ત્યારે અવશ્ય અણાહારી હોય છે. તેથી અણાહારીમાર્ગણામાં કાર્મણકાયયોગની જેમ ઓધે-૮૭, મિથ્યાત્વે-૮૫, સાસ્વાદને-૭૯, સમ્યકત્વે-૭૩ અને યોગી ગુણઠાણે-૨૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
અયોગી કેવલીભગવંતો કાર્મણકાયયોગી નથી પણ અણાહારી છે. એટલે અણાહારીમાર્ગણામાં ચૌદમે ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સિદ્ધભગવંત અણાહારી હોય છે પણ તેઓ અષ્ટકર્મથી રહિત હોવાથી, કર્મનો ઉદય હોતો નથી.
- આહારીમાર્ગણા સમાપ્ત -
૧૮૭