________________
चउअणजाइणपुमथी थावर हीणा व दुपण णिहजुआ। परघूसासखगइसर-दुग वज्जोहो सजोगिम्मि ॥४६॥
ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે સમત્વમોહનીય અને જિનનામ વિના ૯૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, અપર્યાપ્ત, સૂમ, સાધારણ અને પાંચનિદ્રા વિના ૯૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યકત્વગુણઠાણે સમો. યુકત કરતાં અને અનંતાનુબંધીચતુષ્ક, જાતિચતુષ્ક, નપુંસકવેદ, સ્ત્રીવેદ અને સ્થાવર વિના ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તથા સયોગગુણઠાણે ઓઘની જેમ ૪૨ પ્રકૃતિમાંથી પરાઘાત, ઉચ્છવાસ, વિહાયોગતિદ્રિક અને સ્વરદ્ધિક વિના ૩૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાનાવ૫ + દO૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૭માંથી સ0મો૦ વિના] + આયુ૦૨ + નામ - ૪૮ [૪૯માંથી જિનનામ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૯૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* મતાંતરે ૯૯માંથી નિદ્રાપંચક વિના ૯૪ અથવા ૯૯માંથી થીણદ્વિત્રિક વિના ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૪ + વે૦૨ + મોહO૨૫ [૨૬માંથી મિથ્યાત્વમો વિના] + આયુ૦૨ + નામ - ૪૫ [૪૮માંથી સૂક્ષ્મત્રિક વિના] + ગો૦૨ + અંત૦૫ = ૯૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + મોહ૦૨૦ [૨પમાંથી અનંતા ૪, સ્ત્રીવેદ, નપુંવેદ કાઢીને, સમો ઉમેરવી] + આયુ૦૨ + નામ – ૪૦ [૪પમાંથી જાતિચતુષ્ક, સ્થાવર વિના] + ગો૦૨ + અંત૭૫ = ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૪૧