________________
सत्त खलु पमत्ताई, चउत्त्थणाणम्मि केवलदुगम्मि । दो चरमगुणा समइअ-छेएसुं चउपमत्ताई ॥३८॥ सट्ठाण खलु देसे, सुहमे सासाणमीसमिच्छेसुं। चतारि अहक्खाये, चरमाऽज्जा य चउरो अजए ॥३९॥ बार अचक्खुदरिसणे, पढमा भवियम्मि सव्वगुणठाणा । पढममभविये चउरो, अजयाई वेअगे णेया ॥ ४० ॥
ગાથાર્થ :- ઓધે કાયયોગમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણે, અજ્ઞાનહિકમાં પહેલા બે અથવા ત્રણ ગુણઠાણે, મત્યાદિ-૩ જ્ઞાન અને અવધિદર્શનમાં અવિરતસમ્યગૃષ્ટિથી ક્ષણમોહ સુધીના કુલ નવ ગુણઠાણે, ચોથા મન:પર્યવજ્ઞાનમાં પ્રમત્તથી ક્ષીણમોહ સુધીના કુલ સાત ગુણઠાણે, કેવલકિક માર્ગણામાં છેલ્લા બે ગુણઠાણે, સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપની ચારિત્રમાં પ્રમત્તથી અનિવૃત્તિગુણઠાણા સુધીના કુલ ૪ ગુણઠાણે કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
દેશવિરતિ, સૂકમસંપરાય, સાસ્વાદન, મિશ્ર અને મિથ્યાત્વમાર્ગણામાં પોતપોતાના ગુણઠાણે કર્મસ્તવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
યથાખ્યાતચારિત્રમાર્ગણામાં ૧૧ થી ૧૪ સુધીના છેલ્લા ચાર ગુણઠાણે, અવિરતિમાર્ગણામાં ૧થી૪ ગુણઠાણે, અચક્ષુદર્શનમાર્ગણામાં પહેલા બાર ગુણઠાણે, ભવ્યમાર્ગણામાં ૧થી૧૪ ગુણઠાણે અભવ્યમાર્ગણામાં પહેલા ગુણઠાણે અને ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં અવિરતસમ્યગ્દષ્ટિથી અપ્રમત્ત સુધીના કુલ-૪ ગુણઠાણે કર્મવની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
વિવેચન - સામાન્યથી કાયયોગમાર્ગણામાં કર્મસ્તવની જેમ ઓથે૧૨૨, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને-૧૧૧, મિશ્ન-૧૦૦, સમ્યત્વે - ૧૦૪. એ પ્રમાણે ૧૩મા ગુણઠાણા સુધી ઉદયસ્વામિત્વ જાણવું.
૧૨૯