________________
વાઉકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
તેઉકાયની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. જો કે પર્યાપ્તા બાદર વાઉકાય જ્યારે લબ્ધિના વશથી વૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈક્રિયશ૨ી૨નામકર્મનો ઉદય હોય છે. પણ અહીં ભવધારણીય વૈક્રિયશરીરની વિવક્ષા કરેલી હોવાથી, વૈક્રિયશરીરનો ઉદય કહ્યો નથી. ત્રસકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
ત્રસકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
एगिंदिय साहारण - थावरसुहमायवं विणा - Sत्थि तसे । सत्तरससयं आहे, मिच्छे पंच विण बारसयं ॥३३॥ सासाणम्मि णवसयं, मिच्छापज्जणिरयाणुपुव्विविणा । ओघव्व जाणियव्वा, मिस्साईसु गुणठाणेसुं ॥३४॥
ગાથાર્થ :- ત્રસકાયમાર્ગણામાં ઓઘે એકેન્દ્રિય, સાધારણ, સ્થાવર, સૂક્ષ્મ અને આતપ વિના ૧૧૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વે પાંચ [સમો, મિશ્રમો, આહારકદ્વિક, જિનનામ] વિના ૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય, અપર્યાપ્ત, નરકાનુપૂર્વી વિના ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રાદિગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
વિવેચન :- ત્રસકાયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ વિના ૧૧૭ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે.
ત્રસકાયમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૪+ નામ- ૬૨[એકેન્દ્રિયાદિ - ૫ વિના]+ગો૦૨ + અંત૦૫=૧૧૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* બેઇન્દ્રિયથી માંડીને સંશીપંચેન્દ્રિય સુધીના જીવો ત્રસ કહેવાય છે. માત્ર એકેન્દ્રિય જ ત્રસ નથી. તેથી ત્રસમાર્ગણામાં એકેન્દ્રિયભવને
૧૨૩