________________
શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ
શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી ભદ્ર-૩કાર-ચંદ્રયશ ગુરુભ્યો નમઃ |
હું નમ:
આ પર્યાયબોધપીઠિકા જ
પર્યાયોનું વર્ગીકરણ અનેકાંતવાદ એ પ્રભુ મહાવીરનો મૌલિક સિદ્ધાંત છે..... જૈનદર્શનને વિશ્વની અજોડ ભેટ અનેકાંતવાદની છે...
અનેકાંતવાદ એટલે શું ?
જેનાથી સર્વસ્તુ અનેકદૃષ્ટિકોણથી વિચારી શકાય છે, તેનું નામ છે અનેકાંતવાદ.
વસ્તુમાં એક બે ગુણધર્મો નથી. પણ વસ્તુ અનંતધર્માત્મક છે. એટલે એકદષ્ટિકોણથી વસ્તુને વિચારાય, તો ક્યારેય પૂર્ણતાથી વસ્તુનો બોધ ન થાય...
અનેકાંતવાદનું બીજું નામ છે સાપેક્ષવાદ. દરેક વસ્તુનો અપેક્ષાથી વિચાર કરવો, તે સાપેક્ષવાદ......
જેમકે, આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. એટલે જૈનદર્શન આત્માને નિત્યાનિત્ય માને છે. અર્થાત્ આત્માને નિત્ય-પરિણામી માને છે.
પૂજયપાદ આનંદઘનજી મહારાજે વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે... “ઘન-નામી પરિણામી રે”
“આત્મા નિત્ય હોવા છતાં પરિણામી છે.” દ્રવ્યથી આત્મા નિત્ય છે. પર્યાયથી આત્મા અનિત્ય છે.