________________
અનાદિકાળથી પરમાત્મા મહાવીરસ્વામીનો આત્મા પણ આપણી જેમ મતિજ્ઞાનાવરણીયાદિ ૧૪૮ કર્મપ્રકૃતિથી લેપાયેલો હતો પરંતુ જેમ જેમ આત્મિકગુણોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેઓ ગુણસ્થાનકે ચઢતા ગયા. તે વખતે તેમને જે રીતે, જે જે ગુણઠાણે જે જે કર્મપ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી ક્ષય કર્યો છે તે રીતે, ગ્રન્થકાર ભગવંતશ્રી જાણે મહાવીરસ્વામીની સ્તુતિ કરતાં કરતાં આપણને સકલકર્મક્ષયની વિધિ ન બતાવી રહ્યા હોય ! એ રીતે, આ ગ્રન્થની રચના કરી છે. માટે આ ગ્રન્થનું નામ “કર્મતવ” છે અને સ્તુતિનો વિષય (સ્તુત્યાત્મક વિષય) “સકલકર્મક્ષય” છે. | સકલકર્મક્ષયનું કારણ સમ્યત્વાદિ ગુણો છે. જ્યાં સુધી મુમુક્ષુનું મોક્ષમહેલની સીડીના પગથિયારૂપ ગુણસ્થાનકે ચઢાણ શરૂ ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રાપ્ત થતાં નથી અને જ્યાં સુધી સમ્યકત્વાદિ ગુણો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મિથ્યાત્વાદિ દોષનો નાશ થતો નથી અને જ્યાં સુધી મિથ્યાત્વાદિ દોષનો નાશ ન થાય ત્યાં સુધી કર્મબંધની પ્રક્રિયાનો અંત આવતો નથી અને જ્યાં સુધી કર્મબંધની પ્રક્રિયાનો અંત ન આવે ત્યાં સુધી સત્તાનો અંત આવતો નથી. વળી, જ્યાં સુધી કર્મદલિક સત્તામાં હોય ત્યાં સુધી ઉદય-ઉદીરણાની પ્રક્રિયાનો પણ અંત આવતો નથી એટલે કર્મસત્તાનું કારણ કર્મબંધ છે. અને કર્મબંધનું કારણ મિથ્યાત્વાદિ દોષ છે. તેથી જ્યારે મુમુક્ષુનું ગુણસ્થાનકે ચઢાણ શરૂ થાય ત્યારે મિથ્યાત્વાદિ દોષો નાશ પામીને, સમ્યકત્વાદિ ગુણો પ્રાપ્ત થતાંની સાથે જ મિથ્યાત્વાદિ નિમિત્તક કર્મપ્રકૃતિની બંધાદિ પ્રક્રિયાનો અંત આવવાથી તે તે કર્મપ્રકૃતિની સત્તાનો નાશ થતો જાય છે. એટલે ગ્રન્થકારભગવંત સકલકર્મક્ષયની વિધિને કહેતી વખતે સૌ પ્રથમ ગુણસ્થાનકનું સ્વરૂપ કહીને, ચિત્રનં.૧૮માં બતાવ્યા મુજબ....
(૧) બંધવિધિ (૨) ઉદયવિધિ (૩) ઉદીરણાવિધિ (૪) સત્તાવિધિ કહી રહ્યાં છે.