SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ வெவவவவவவம் જવાબ :- ચરમ = છેલ્લું આવર્ત = પુદ્ગલપરાવર્તકાળ. | સંપૂર્ણ લોકમાં કુદરતી જ આડી અને ઉભી આકાશપ્રદેશની શ્રેણી હોય છે. તેમાંથી કોઈ એક આકાશપ્રદેશની શ્રેણીના અમુક આકાશપ્રદેશમાં રહીને જીવ મરણ પામ્યો હોય, પછી કાલાન્તરે તેની ઉપરના બીજા આકાશપ્રદેશમાં રહીને મરણ પામે. પછી કાલાન્તરે તેની ઉપરના ત્રીજા આકાશપ્રદેશમાં મરણ પામે. એ રીતે, તે આકાશપ્રદેશની શ્રેણીમાં રહેલાં ક્રમશઃ દરેક આકાશપ્રદેશમાં રહીને મરણ પામે. એ જ પ્રમાણે, બીજી શ્રેણી પૂરી કરે, પછી ત્રીજી શ્રેણી પૂરી કરે. એ રીતે, લોકમાં રહેલી સંપૂર્ણ આકાશપ્રદેશની શ્રેણીમાં રહેલા દરેક આકાશપ્રદેશને ક્રમશઃ મરણવડે સ્પર્શ કરતાં જેટલો કાળ પસાર થાય તેટલા કાળને એક ક્ષેત્રપુગલપરાવર્તકાળ કહેવાય. ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી કે ૧અવસર્પિણી. અનંતઉત્સર્પિણી અને અવસર્પિણી = ૧ પુદ્ગલપરાવર્તકાળ થાય. ભવ્યજીવને મોક્ષપ્રાપ્તિ પૂર્વનો જે છેલ્લો એક પુદ્ગલપરાવર્તકાળ હોય છે, તે ચરમાવર્ત કહેવાય. પ્રશ્ન : (૧૩) આત્મિકવિકાસયાત્રા એટલે શું ? મિથ્યાત્વદશામાં જીવનો આત્મિકવિકાસ કેવા ક્રમથી થાય છે ? જવાબ :- અનાદિકાળથી કર્મોદ્વારા ઢંકાયેલા ક્ષાયિકભાવના જ્ઞાનાદિગુણોને પ્રગટ કરવા માટે જીવનું મોક્ષતરફ જે ગમન થાય છે, તે આત્મિકવિકાસયાત્રા કહેવાય. - અચરમાવર્તકાળવર્તી ભવ્ય જીવો કાળ પસાર થતાં થતાં ચરમાવર્તમાં આવ્યા પછી સહજભાવમલ હ્રસ્વ થતાં “અપુનબંધક” અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે વખતે તે જીવો મોક્ષાભિલાષી (મોક્ષાભિમુખી) બને છે. ત્યારબાદ તે જીવ માર્ગાનુસારી બને છે. પછી ચરમયથાપ્રવૃત્તકરણ કરે છે. ત્યારે જીવ ગ્રંથિદેશે આવે છે. ત્યારબાદ અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે ત્યારે ગ્રન્થિભેદ થાય છે. પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે ત્યાં મિથ્યાત્વનું અંતરકરણ કરે છે. તેથી જ્યારે અનિવૃત્તિકરણ પૂર્ણ થાય છે. ત્યારે મિથ્યાત્વનામનો દોષ દૂર થઈને ઉપશમસમ્યત્વ પ્રાપ્ત થાય છે. ૨૨૪.
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy