________________
આપશ્રીએ પ. પૂ. દાદા ગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજાના આશિષ-વાસક્ષેપ અને પૂ. ગુરુદેવ શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાનાં ચરણે જીવન સમર્પિત કરી ગુર્વજ્ઞાપાલન, પ્રભુભક્તિ, સહવર્તી સંયમધરોની સેવા....જાપ... સ્વાધ્યાયનાં સહારે આગેકૂચ કરતાં તપશ્ચર્યાનાં અમીપાનથી આત્મપુષ્ટિ કરતાં રહ્યાં.
૫૧ ઉપવાસ, માસક્ષમણ, ૧૬, ૧૫, ૧૩, ૧૨, ૧૧, ૧૦, ૯ ઉપવાસ અનેક અઠ્ઠાઇઓ, અટ્ટમ, છઠ્ઠ, ચત્તારીઅટ્ઠદસદોય, ઉપધાન, ભદ્રતપ, શ્રેણિતપ, સિદ્ધિતપ, સિંહાસન તપ, ધર્મચક્ર તપ, વીરગણધર તપ, ૫૦૦ આયંબિલ, ૬૫ વર્ધમાન તપની ઓળી, આયંબિલ તપ સાથે સિદ્ધાચલજીની ૯૯ યાત્રા.
આ તપોયોગમાં અપ્રમત્તતા એ આપનો જીવનમંત્ર હતો...રાતદિવસ પ્રભુભક્તિ...પરમાત્માનો જાપ અવિરત ચાલુ રહેતો હતો... વૈયાવચ્ચ આપનો અમર વૈભવ હતો... એ વૈભવને આપે જીવનનાં અંતિમ દિવસ સુધી વડીલોનું-સ્થાપનાચાર્યજીનું પ્રતિલેખન કરવા દ્વારા સાચવી રાખ્યો. તપસ્વી...વૈયાવચ્ચી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયેલા આપ વાત્સલ્યની વર્ષા દ્વારા સૌના “બાપા” મહારાજ બન્યા.
વિહારમાં આવતાં પાર્શ્વ પ્રભુનાં દરેક તીર્થમાં આપને અટ્ટમ હોય...અને એ જ પાર્શ્વનાથ દાદાની આરાધનાને કાયમી રાખવા માટે અચાનક જ ભિલડીયાજીથી ૪ કિ. મી. દૂર નેસડાનગરે શ્રી મનમોહન પાર્શ્વનાથ દાદાજીનાં સાન્નિધ્યમાં પૂ. તારક ગુરુદેવોની ઉપસ્થિતિમાં ૧૧૧૦ અઠ્ઠમ તપનાં
તપસ્વીઓની વચ્ચે વિ. સં. ૨૦૬૦ પોષીદશમે સવારે ૧૦-૧૦ કલાકે છટ્ઠ તપ સાથે વિદાય લીધી....૧૦ નો અંક આપની સાથે રહ્યો..
જન્મ વૈ. સુદ ૧૦ દીક્ષા હૈ. સુદ ૧૦
ચંદ્રયશવિજય
સ્વર્ગવાસ મા. વદ ૧૦ (પોષી દશમી) સવારે ૧૦ વાગે નેસડાનગર પર આપની સ્મૃતિ કાયમી અંકિત બની. ૫૦૦૦ ગુરુભક્તો વચ્ચે આપ આકાશમાં અમર જ્યોતિરૂપે છવાયા