SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અવિરત સમ્યગૃષ્ટિજીવનું સ્વરૂપ : જિનેશ્વરભગવંતે જે કહ્યું છે તે જ નિઃશંકપણે સત્ય છે એવી અચલિત શ્રદ્ધા હોય. (૨) સંસાર કેદખાનું લાગે. શરીર સાંસારિક પ્રવૃત્તિમાં જોડાયેલું હોય પણ મન તો મોક્ષના સાધક દેવ-ગુરુ-ધર્મની સેવામાં રમતું હોય. (૩) આજીવિકા માટે હિંસાદિ-પાપપ્રવૃત્તિ કરવી પડે તો પણ “તતલોહપદજાસ”ની જેમ દુઃખાતા હૃદયે કરે. (૪) જેમ ક્ષુધાતુર માણસની સામે સ્વાદષ્ટિ ભોજનનો થાળ પડેલો હોવા છતાં પણ હાથ-પગમાં બેડી હોવાથી ખાઈ શકતો નથી તેમ સમ્યગુદૃષ્ટિ જીવને વિરતિનું ભોજન કરવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ અપ્રત્યાખ્યાનીય કષાયોદયની બેડીથી બંધાયેલો હોવાથી અલ્પ પણ હિંસાદિ-પાપપ્રવૃત્તિનું પચ્ચકખાણ કરી શકતો નથી. અર્થાત્ અલ્પાંશે પણ વિરતિનો સ્વીકાર કરી શકતો નથી. તેથી તે અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. તેઓને જે ગુણસ્થાનક છે તે “અવિરતસમ્યગ્દષ્ટિગુણસ્થાનક” કહેવાય છે. એને ટૂંકમાં સમ્યકત્વગુણઠાણું પણ કહે છે. પૂર્વેના ત્રણગુણસ્થાનક કરતા સમ્યકત્વગુણસ્થાનકે અનંતગુણી વિશુદ્ધિ હોય છે. અને દેશવિરતિગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગુણહીનવિશુદ્ધિ હોય છે. જ્યારે અપ્રત્યાખ્યાનીય કષાયોદય અટકીને, તેનો ક્ષયોપશમ શરૂ થાય છે ત્યારે દેશવિરતિ ગુણઠાણુ પ્રાપ્ત થાય છે. દેશવિરતિગુણસ્થાનક હિંસાદિ પ્રવૃત્તિનું અલ્પાંશે કે અધિકાંશે પચ્ચક્કાણ કરવું, તે દેશવિરતિધર્મ કહેવાય. દેશવિરતિધર્મ : (૧) નિરપરાધી ત્રસજીવોની હિંસા કરવી નહીં એવી જે પ્રતિજ્ઞા કરવી, તે “શૂલપ્રાણાતિપાત| વિરમણવ્રત” કહેવાય. | (૨) મોટકું જાડું બોલવું નહીં એવી દાવિરતિગાનો જે પ્રતિજ્ઞા કરવી, તે ૨૦ “સમક્તિગુણઠાણે પરિણમ્યા ?” (સ્નાત્ર પૂજા). અપ્રમત્ત ગુણ પ્રમg દેશવિરતિ દેશવિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સાસ્વાદ-ગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક (૧૦૦)
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy