________________
પ્રશ્ન કદીક્ષા આપવાની સાથે જ વ્રત–નિયમથી પતિત થશે તેવું જાણે તે સર્વજ્ઞ પ્રભુ દીક્ષા આપે ?
સમાધાન–હા, આપે. હાલિક ખેડૂત) ની સંસારિક સ્થિતિ તદ્દન કફોડી છે. આખા કુટુંબ કબીલાને આધાર તેના ઉપર છે, દેવ-ગુરૂધર્મનું લેશ પણ ભાન નથી, નવકારમંત્ર પણ આવડતો નથી, છતાં વર્તમાન શાસનના પટ્ટધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને પ્રતિબંધ કરવા ખેતરમાં મળે છે, પ્રભુ આજ્ઞાધીન ગણધર ભગવાન ખેતરમાં જાય છે, અને પ્રતિબંધ કરે છે. દીક્ષા આપીને હાલિક સાથે સમવસરણમાં આવે છે સમવસરણ મધ્યે બિરાજમાન પ્રભુ મહાવીરદેવનાં દર્શન થયાં. પ્રભુને દેખતાની સાથેજ હાલિક શ્રી ગૌતમસ્વામીને પૂછે છે કે-ભગવન! શું આ તમારા ગુરૂ? જે આ તમારા ગુરૂ હોય તે લે આ તમારો એ ને મુહપત્તિ ને આ હું ચાલ્યો. એમ કહી ચારિત્રની ઉપાધિ મૂકીને ચાલતા થયે સમવસરણની સભા હસે છે અને કઈ બેલે પણ છે કેગૌતમપ્રભુ ચેલે તે ઠીક લાવ્યા પણ તે વખતે ભગવાને શું કહ્યું? ભગવાન આખી સભાને ઉદ્દેશીને કહે છે કે-“મેલીને ગયે નથી પણ મેળવીને ગમે છે ભાગ્યવાન, હાંસી કરી ગુમાવો નહિં. અહિંઆ સર્વવિરતપણું મૂકયું પણ સમ્યકત્વની ફરસના થઈ ગઈ
વર્તમાન પરિસ્થિતિમાં દીક્ષાને વિરોધ કરતાં પહેલાં પ્રાપ્તિના પ્રસંગે શાસ્ત્રોક્તરીતિએ ગુરૂગમહારાએ સમજવાની જરૂર છે કે જેથી નિંદનીય પ્રસંગોથી આત્મા પિતાને બચાવ કરે.
પ્રશ્ન પ–આખા શાસનને નાશ કરશે એવું જાણે છતાં વિરતિપ્રદાન થઈ શકે ?
સમાધાન–હા, થઈ શકે. એકવાર સમવસરણમાં ચક્રવર્તી ભરત મહારાજા પૂછે છે કે ઉન્નતિના શિખર પર ચઢેલા આ તીર્થને નાશ કોનાથી થશે? પરમારાષ્પ પરમતારક પ્રભુ ઋષભદેવજી મહારાજ જણાવે