________________
(૨૮૫)
પ્રશ્ન ૭૩૩–પૌષધ લઈને દેવવંદન થયા બાદ “મve નિ ' ની સઝાય સાધુ પાસે કીધી (કહી) હેય તે શું વ્યાખ્યાન ઉડ્યા પછી ઈરિયાવહી કહી પહેલી સજઝાય કહી લેવી કે રાઈમુહપત્તિના માટે કહેવા ઈરિયાવહી અને રાઈમુહપત્તિની ક્રિયા બાદ સજઝાયને આદેશ માગી સજઝાય કહેવી આમાં કાંઈ ફેર છે?
સમાધાન-સ્વાધ્યાયનું મુખ્ય સ્થાન (સમયાર્થે) પડિલેહણ કર્યા પછી છે અને તેથી ત્યાં સઝાય કરવી જોઈએ, પણ જેઓએ ગુરુસમક્ષ પૌષધ ન લીધે હેય અને રાઈમુહપત્તિ પડિલેહવા પહેલાં જેઓ ગુસમક્ષ પૌષધ ઉચ્ચરે તેઓ પૌષધ ઉચર્યા પછી પૌષધના આદેશની માફક પડિલેહણુના આદેશ પણ ગુરુમહારાજ પાસે માગે છે તેથી તેઓને ત્યાં ફરી સજઝાય કરવાની જરૂર રહે છે.
પ્રશ્ન ૭૩૪– દેરાસરછમાં પૂજન માટેની નિર્જીવ સામગ્રી જેવી કે-રકાબી, વાટકી, કલશ વગેરેની પ્રભાવના કરવાથી દેષ લાગે ખરો?
સમાધાન–પ્રભાવના એ બાલજીને ધર્મમાં જોડવા માટેનું સાધન હેઈ તેમાં બાલને ખેંચનારીજ (આકર્થનારીજ) વસ્તુઓ હેવી જોઈએ. પૂજ, સામાયિક, પૌષધ વિગેરેનાં સાધને gmરાન' તરીકે દેવાય તેમાં હરત નથી, પણ તેવી પ્રભાવનામાં વણિકબુદ્ધિ ધારીને મનાતી લાભની તીવ્રતા ઉચિત નથી. પ્રભાવનાનો મુદ્દો તે બીજાઓને ધર્મશ્રવણુ તથા ધર્મક્રિયાઓમાં જોડવાનું છે, આકર્ષવાને છે, માટે બાલને આકર્ષાય તેવી વસ્તુ વહેંચવી તેજ પ્રભાવનાને અંગે વ્યાજબી છે.
પ્રશ્ન ૭૩૫- એકલી આજ્ઞાને માન્ય કરીએ અને મેટા પુરુષોનું અનુકરણ ન કરીએ” એમ કહેનારા શું સાચા છે
સમાધાન–ત્રિલોકનાથ શ્રી તીર્થંકરદેવની આજ્ઞા કઈ પણ માગનુસારી સુહા, અમાન્ય કરી શકે જ નહિ; પણ મોટા પુરુષોનું અનુકરણ હેયજ નહિ એવું કહેનારા ભૂલે છે.
તત્સંબંધી શ્રી સિદ્ધચક્ર પુસ્તક બીજુ, અંક પહેલે જુઓ.