________________
(૨૬૮)
પઠનને ઇસારે છે, માટે તે બેલવું ઉચિત છે, અનુચિત નથી. કેટલાક તરફથી કહેવામાં આવે છે કે-એમ પ્રક્ષેપ કરતાં ઘણું વધી જશે પણ આ કથનની આચરણ કરનારા મહાપુરૂષોએ એ નહિ વિચાર્યું હોય એમ માનવા તૈયાર થવું, એ યોગ્ય નથી. કદાચ મહાપુરૂષોએ કારણસર વધાર્યું છે તે સંતિકરંના અંગે કઈ સાવરકરણ હતી કે જેથી નિષેધ કરવાની જરૂર પડી ?
પ્રશ્ન ૭૦૭–ભગવાન શ્રી મહાવીરદેવના કાનમાં ખીલા ઠોક્યા ત્યારે તેમના મુખેથી કંઈ અવાજ સરખે થયે નહિ, જ્યારે ખીલા કાયા ત્યારે ભગવાને ચીસ પાડી તે પછી ભગવાન શ્રી મહાવીરદેવના વીર્ય–બલમાં વધારો ઘટાડો માનો?
સમાધાન–ભગવાન શ્રી મહાવીરદેવના કાનમાં ગવાળીઆએ જે શલાકા ઠેકી તે વખતે માત્ર માંસનું વિંધાવાપણું હતું અને તેથી તે વખતે ભૈરવ શબ્દ ન થયે પણ તે શલાકાઓ કાનમાં ઘણું મુદત રહેવાથી માંસ સાથે જોડાઈ ગઈ અને તેથી તે શલાકાઓ ખેંચતી વખત મર્મસ્થાનને માંસને ભાગ ખેંચાય અને તેથી ભૈરવ શબ્દ થયે એમ માનવામાં, વીયની ન્યૂનાધિકતા માનવાની કોઈ જરૂર નથી. જોકે કલકનાં પ્રક્ષેપ અને નિર્ગમનની વખતે ભગવાન શ્રી મહાવીરદેવ છદ્મસ્થ અવસ્થામાં હેઈ વીર્યની ન્યૂનાધિકતા માનવામાં અડચણ નથી, તે પણ કીલકકર્ષણ વખતે થયેલે ભરવશબ્દ તેઓશ્રીના વીર્યની ન્યૂનતા જણાવનારે નથી એમ જણાય છે.
પ્રશ્ન ૭૦૮-આયંબિલની રસોઈમાં હિંગ વપરાય કે નહિ?
સમાધાન શ્રી વિજયસેનસૂરિજીના કથન મુજબ સુંઠ વિગેરે વાપરવામાં જે આયંબિલમાં વાંધો નથી તે હિંગમાં વાંધો ન હોય તે સ્વાભાવિક છે, અને એ વાત
બલવણ સૂઠિ મરીચ અને સુઆ, મેથી સંચલ રાંમઠ કથા' આ મુજબ આયંબિલની સજઝાયમાં જોવાથી સમજી શકાશે તથા