________________
(૨૫૫)
પ્રશ્ન ૯૧–યુગપ્રધાને કેટલા હેય ? એમનું લક્ષણ શું? અને હાલમાં તેઓ છે કે નહિ ?
સમાધાન-પ્રવચનસારોદ્ધારની રચના તેરમી સદીમાં થઈ છે અને તેમાં મહાવીર મહારાજનાં શાસનમાં બે હજાર અને ચાર (૨૦૦૪) યુગપ્રધાને થવાનું સ્પષ્ટ જણાવ્યું છે. આવશ્યકચૂર્ણિ વિગેરેમાં આર્યમહાગિરિજી અને આર્ય સુહસ્તિજીને યુગપ્રધાન તરીકે જણાવેલા છે. શ્રીનિશીથચૂર્ણિમાં આર્ય કાલાકાચાર્ય મહારાજને યુગપ્રધાન તરીકે જણાવેલા છે અને શ્રી મહાનિશીથસૂત્રમાં શ્રીપ્રભઆચાર્યને યુગપ્રધાન જણાવેલા છે એ ઉપરથી યુગપ્રધાન શબ્દ અને તેની વિવક્ષા ઘણા પ્રાચીનકાલની છે એમ જણાય છે. જે કાલે જે પુરુષો વર્તતા હોય તે પુરુષોમાં આગમના સુક્ષ્મબોધને લીધે જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓને યુગપ્રધાનાગમ અર્થાત યુગપ્રધાન કહેવાય છે તેઓ એકાવતારી હોય છે, વર્તમાનકાળમાં યુગપ્રધાન તરીકે કઈ પણ વ્યક્તિ જાહેર આવી નથી.
પ્રશ્ન ૬૯૨–સાત ક્ષેત્ર કયાં અને તેમાં ધનવ્યય કરવા માટે સાધુઓ “ઉપદેશ આપે કે “આદેશ કરી શકે?
સમાધાન–જિનમંદિર, જિનમૂર્તિ, જ્ઞાન અને ચતુર્વિધ સંઘ ( સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) એ સાત ક્ષેત્ર છે. જુના ને ઉદ્ધાર કરવો કે નવાં ચ (દહેરાં) બનાવવા તે ચૈત્યક્ષેત્ર કહેવાય. ચિત્ય અને મૂર્તિ એ બંનેને માટે વપરાતું દ્રવ્ય તે બેય ક્ષેત્રમાં સરખાવટ હોવાથી પરસ્પર વાપરી શકાય છે અને તેથી જ દેવદ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે શાસ્ત્રકારે ચિત્યદ્રવ્ય, દેવદ્રવ્ય, જિનદ્રવ્ય વિગેરે
ભય સાધારણ શબ્દો વાપરે છે. જો કે ચૈત્ય અને મૂર્તિ એ બંને સંબંધી દ્રવ્યને દેવદ્રવ્ય કહેવાય છે, અને તેથી તે બંનેનું ક્ષેત્ર એક જ કરીને દેવ એવું ક્ષેત્ર કર્યું હોય તે ચાલી શકત; પણ ચૈત્ય અને મૂર્તિના ક્ષેત્રમાં સ્વતંત્ર ખરચ કરવાની યેગ્યતાની અપેક્ષાએ તે બે ક્ષેત્રે જુદાં રાખ્યાં છે. વળી દરેક શ્રાવકે સે સેનૈયા જેટલી પિતાની