SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) સંબંધી ઈકને વિચાર ભગવાને કેવી રીતે જાણે? કારણ કે તે વખતે તેમને ત્રણજ જ્ઞાન છે મન:પર્યવસાન તે નથી. સમાધાન-પ્રયકાદિ દેવતાઓ અવધિજ્ઞાનથી પણ મનને જાણે છે પણ અવધિથી મન:પર્યવજ્ઞાન જેવું વિશિષ્ટપણે ન જાણે પ્રશ્ન ૬૩૬–ઋજુમતિ-મન:પર્યવજ્ઞાનમાં વિશેષજ્ઞાનને વિષય કહ્યો તે તેમાં દર્શન કેમ નહિ? જેટલે જ્ઞાનાવરણીય ક્ષય થયે તેટલે દર્શનાવરણયને ક્ષય ખરો કે નહિ? સમાધાનના. સાક્ષાત વિચાર જ જાણવાના હેવાથી દર્શન નથી. પ્રશ્ન ૬૩૭–જિનેશ્વરભગવાનના અનુષ્ઠાન વખતે કેવા કેવા અધ્યવસાય વર્તતા હોય તે તે આત્મા તે દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુંબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, અને પાપાનુંબંધી પાપને બંધ કરે ? સમાધાન–સર્વ કથિત હરકેઈ આરાધના કરતી વખતે આરાધા આશંસાવગર આરાધના કરે તે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જીત કરે, નિદાનયુક્ત આરાધન કરે તે પાપાનુબંધી પુણ્ય બંધાય, અતિચારસહિત આરાધના કરે તે પુણ્યાનુબંધી પાપ બંધાય અને અવજ્ઞા અને અનાદરપણે આરાધના કરે તે પાપાનુબંધી પાપને બંધ થાય. પ્રશ્ન ૬૩૮-જે છ ખંડને સાધતા ભરત મહારાજાને સાઠ હજાર (૧૦૦૦૦) વર્ષ લાગ્યા, ને તે જ છ ખંડને સાધતા બ્રહ્મદત્ત ચક્રવતિને છ (૬) મહિના લાગ્યા ત્યારે શું તે છ ખંડ નાના-મેટા હશે ? સમાધાન-દરેક ચક્રવતિના વખતમાં છ ખંડ સરખા પણ દેવતાની મદદે જલદી સાધ્યા, તેથી એ છ વખત લાગે તે બનવા જોગ છે. પ્રશ્ન ૬૮- કર્મબંધના ચાર કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર કારણ હોવા છતાં આપ (કર્મબંધનના કારણ તરીકે) એક કહે છે તેનું કારણ શું?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy