________________
(૨૪) સમાધાન—ધર્મના ઉદ્દેશથી ધર્મોપદેશ આપેલ છે એટલે ધર્મો પદેશકને દોષ નથી.
પ્રશ્ન ૬૨૩–ધાર્મિક-ક્રિયાથી રહિત કંદમૂલાદિક ભક્ષણ કરનારને શ્રીમંત-શ્રાવક આર્થિક આદિ મદદ કરે તે પાપબંધ કે લાભ?
સમાધાન-વ્યવહારને અનુસરતી શ્રદ્ધાથી ધાર્મિક હેાય તે મદદ કરનારને લાભ છે.
પ્રશ્ન –અતિપિષણમાં કુતરા બિલાડા વિગેરે જેવા કે હુંઢીયા તેરાપંથી સાધુઓ પણ લેવા, કારણ કે ધર્મથી રહિતને પોષણ કરવાથી અસતિપષણ ખરું કે નહિ?
સમાધાન–અસતિપોષણ નામને અતિચાર કર્મ થકી ભોગપભોગ પરિમાણમાં છે, અને તે અતિચાર હેવાથી તે દ્વારા (કુટણખાના વિગેરેથી) આજીવિકા કરે છે તે ઉપર્યુક્ત અતિચાર લાગે છે, અન્યથા નહિ; અથાંત દયાદિભાવે ધર્મરહિતને દેવાથી અસતિપષણ નામને અતિચાર લાગતું નથી.
પ્રશ્ન ૧૨૫–શ્રી ચરમતીથ કર પ્રભુ મહાવીરદેવની પ્રથમદેશના નિષ્કલ ગઈ વિરતિના પરિણામ કેઈના ન થયા, તે તેમાં એકલા દેવતા જ જે હોય તે પરિણામ થાય જ નહિ; જેથી દેવતા સિવાય બીજા મનુષ્ય પણ સમજવા કે કેમ?
સમાધાન એકલા દેવતાજ પ્રથમના સમવસરણમાં આવ્યા તે પણ આશ્ચર્ય જ છે, અને કેટલાક આચાર્યો જણાવે છે કે દેશના અવસરે મનુષ્ય પણ હતા, છતાં દેશના નિષ્કલ ગઈ તેથી આશ્ચર્ય એમ જણાવે છે; ઉપર્યુકત બને બિના શાસ્ત્રસંગત છે, તત્વ કેવલીગમ છે.
પ્રશ્ન ૨૬–વીરસ્વામિ મેક્ષે જતાં પંચાવન પુણ્યફલ અધ્યયન, પંચાવન પાપફલ અધ્યયન કહી ગયા છે તે અધ્યયન કોઈ પણ સૂત્રમાં હાલ નંખાયા છે કે નહિ ?