________________
(૨૦૩)
શકશે. જે સૂત્ર તમે જણાવો છે તેમાં “રા' શબ્દ પહેલાં કેમ છે અને ગુણ શબ્દ પછી કેમ છે? એના સમાધાનમાં તમે એમ કહેશે કે અલ્પ સ્વરવાળો શબ્દ પહેલે આવે અને વધારે સ્વરવાળા શબ્દ પછી આવે, પણ તેજ સાથે એને પણ ખ્યાલ રાખવાને છે કે અધિક પૂજનીય હોય તે જ પહેલે આવે છે અને ઓછી પૂજનીતાવાળોજ પછી આવે છે, એજ રીતે “ગર' એ અધિક પૂજનીય હેવાથી તે પદ પહેલું આવ્યું છે અને ” એ ઓછી પૂજનીકતાવાળું હેવાથી તે પછીથી આવે છે. વ્યવહારમાં પણ તમે જોશે કે વધારે આવશ્યકતાની સાથે પૂજનીક વસ્તુ જ પહેલી આવે છે. બાપ દીકરો મા દીકરી” “શેઠ નેકર' આ સઘળા સામાજિક શબ્દો છે પરંતુ તમે તેમાંએ ઝીણવટથી તપાસશે તે તમને માલમ પડી આવશે કે જેનું મહત્વ વધારે છે તેજ શબ્દ પહેલે આવે છે. અત્રેનમાં પણ એમ જ છે. તેમના સાહિત્યમાં પણ મહત્તાવાળો શબ્દ પહેલે અને બાકીના પછી આવે છે. એ ન્યાયે ચારિત્ર શબ્દ પહેલે આવેલું છે તેમાં મહત્તા વધારે અને તત્પશ્ચાત જ્ઞાન શબ્દ આવેલે તેની પૂજનીકતા ઓછી સાબિત થાય છે. અર્થાત નિર્યુક્તિકારે ચારિત્રવાચક શબ્દ પહેલે મૂકીને ચારિત્રની અધિકતા વ્યક્ત કરી છે.
પ્રશ્ન પ૬૯-કચર લગાડીને તે સાફ કરવો અથત કપડાં કાદવમાં બળવાં અને પછી તે વાં–ધોઈ નાંખવાં તેના કરતાં કપડાને કાદવ નજ લાગવા દેવો એ વધારે સારું છે તે પછી શા માટે તીર્થંકર નામકર્મ બાંધીને તે ખપાવવું તેના કરતાં એ નજ બાંધવું તે શું બેહતર નથી?
સમાધાન–ના, કારણ કે આ પ્રશ્ન પૂછતાં પહેલાં તીર્થ - કર નામકર્મ શા મુદ્દાથી બંધાય છે તેને વિચાર કરવો જોઈએ. તીર્થકર નામકર્મ એ કચરો નથી પરંતુ કચરાને સાફ કરનારે ઉંચા પ્રકારને સાબુ છે. તે કપડાંમાં નાખવામાં આવે છે. તે પણ ત્યાં હંમેશ