________________
( ૧૯૧).
સમાધાન–એ ભાવના પાંચમા ગુણસ્થાનકની છે, કારણ કે તેથી તે તે બારમે દેવલોક ગયા.
પ્રશ્ન પ૩ – મનને ઇન્દ્રિય ગણી શકાય કે નહિ? પાંચ ઇન્દ્રિયમાં એનું સ્થાન ક્યાં અને કેવી રીતે ?
સમાધાન-મન એ ઈન્દ્રિય નથી, પણ નઈન્દ્રિય છે, પરંતુ તેથી એમ માની લેવાની જરૂર નથી કે મન શક્તિ હીન છે. અથવા તે કાંઈ કામ જ કરતું નથી. શરીરની સઘળી ઈન્દ્રિમાં મનને વ્યાપાર ચાલુ છે, અને શરીરની સઘળી ઈન્દ્રિમાં મન પ્રવર્તે છે. માત્ર સ્વપ્ન, સંકલ્પ, ધારણું એ ત્રણ વસ્તુમાં જ મન એકલું પ્રવર્તે છે. શ્રી નંદીસૂત્ર અને શ્રી તત્વાર્થસૂત્રમાં મનને ઇન્દ્રિય તેમજ અતીન્દ્રિયરૂપે વ્યપદેશ કરેલ છે.
પ્રશ્ન પ૩ર–જે સુખાવરણીય કર્મ નથી તે પછી આત્માને અનંત સુખ સ્વભાવ ક્યા કર્મથી રોકાયેલું રહે છે ?
સમાધાન-મહાશક્તિસંપન્ન આત્માના હાથમાં સોયઆદિ અલ્પ સાધન હોવાથી ભેદવા લાયક પાટડાને તે ભેદી શકતા નથી, ચક્ષને ચશ્માની માફક; તેવી જ રીતે સાતા અને અસાતા વેદનીય, તે સુખ સ્વભાવને મર્યાદિત કરનાર છે.
પ્રશ્ન પ૩૩–દુનિયામાં સુખ તરીકે જે કાંઈ ઓળખાય છે, તે સુખ શું કસ્તુરીઆની ભ્રમણ અનુસાર આત્માના સુખનેજ આભાસ છે કે બીજું કાંઈ?
સમાધાન–અલ્પ શક્તિવાળા સાધનથી કાર્યમાં આવતી અલ્પ શક્તિની માફક સાતવેદનીય અંશે ઉપકારરૂપ ને અસાતા તે વિપયાસરૂપ (ઉલટારૂ૫) છે.
પ્રશ્ન પ૩૪-શ્રાવકે સચિત્તને નહિ અડકવાને નિયમ કરી શકે છે ખરા કે? અને જો તેઓ તે નિયમ કરી શકે તે પછી શું પ્રભુપૂજામાં સચિત્ત પાણીને અડી શકે અને તેને ઉપયોગ કરી શકે?