________________
(૧૮૧) સમાધાન એવી રીતે વય ટુંકાવવામાં આવી જ નથી. વળી અત્યારના મુનિઓ પાસે ધારાસભા, ન્યાયાસન કે એવી બીજી કોઈ પણ સત્તા નથી. આથી જ એટલે તેઓ દીક્ષા સંબંધી નવા કાયદા ઘડી જ ન શકે. શાએ જે કહ્યું છે તેને જ અનુસરવાનું મુનિઓ માટે તે નિર્માણ થયેલું છે. શાસ્ત્રકારે ત્રિકાલજ્ઞાની હતા, અને તેથી જ તેમણે શાએ રચ્યાં હતાં એ શાસ્ત્રોને માન આપવું એજ આપણું તે કર્તવ્ય છે.
પ્રશ્ન પ૨૧–કઈ એમજ માનતું હોય કે દીક્ષાની વય ઘટાડીને પૂર્વધર મુનિઓએ આઠ વર્ષની રાખી છે, તે એ શંકાનું આપ શું સમાધાન આપે છે ?
સમાધાન–એનું સમાધાન સ્પષ્ટ છે. તમે જે રજુ કરી છે તે “દીક્ષાનું શાસ્ત્ર” એ નામની આખી ચોપડી ઉથલાવી જાઓ પણ તેમાં કઈ સ્થળે દીક્ષાની વય ટુંકાવ્યાનો પાઠ છે? કાલિકાચાર્યે પાંચમની ચોથ કરી તેને શાસ્ત્રીય પાઠ બે જગ્યાએ છે. દીક્ષાની વય ટુંકાવવાના સંબંધમાં એ પાઠ હેય તે તે રજુ કરે?
પ્રશ્ન પર–શાસ્ત્રમાં તે આયુષ્ય ૧૨૦ વર્ષનું છે અને અત્યારે તે પચાસ વર્ષનું આયુષ્ય છે તેનું શું ?
સમાધાન–તેને ઉપાય નથી? પણ એ યાદ રાખવાનું છે કે કરોડપૂર્વનું આયુષ્ય હતું તે પણ શાસ્ત્રકારે દીક્ષાની વય તે આઠ વર્ષનીજ રાખી હતી. ૧૨૦ વર્ષનું આયુષ્ય થયું તે પણ દીક્ષાની વય એજ રાખી છે અને તેજ દષ્ટાંતે આજે આયુષ્ય પચાસ વર્ષનું હેય તે પણ એજ આઠ વર્ષ કાયમ છે.
પ્રશ્ન પ૩–મનુષ્યને સ્વતંત્ર કયારે ગણી શકાય ?
સમાધાન–સેલ વર્ષે ધર્મશાસ્ત્રોએ મનુષ્યની સ્વતંત્રતા કબુલ રાખી છે, અર્થાત સેલ વર્ષની ઉંમર થયા પછી તે મનુષ્ય સ્વતંત્ર