________________
(૧૬૪) સંબંધમાં અમે અમારે નિર્ણય બહાર પાડી છે. હવે જે પક્ષ કે સમુદાયને અમારે નિર્ણય માન્ય નહિ હેય તેમણે પિતાના તરફથી શંકા સમાધાનને કમ બહાર પાડે જોઈએ. પછી ભલે તટસ્થ નીમી ખુલાસે થાય. અમે જાહેર કર્યું છે કે ૮ થી ૧૬ વર્ષના બાળકને તેની ઇચ્છા અને તેના વાલીઓની સંમતિથી દીક્ષા આપી શકાય, અને સેળ કરતાં વધારે ઉંમર થઈ એટલે દીક્ષાર્થીની ઈચ્છા હોય તે તેને દીક્ષા આપી શકાય, પછી ભલે તેના કુટુંબીઓને વિરોધ હેય, અમારે આ વાત શાસ્ત્રધારાએ સાબીત કરવાની છે અને તેમ કરવા અમે તૈયાર છીએ. તે જ પ્રમાણે આ સિદ્ધાંતના વિરોધીઓ પોતે જે વાત રજુ કરે તે તેમણે શાસ્ત્રકારોએ સાબીત કરવાની છે.
આ બાબતમાં એવી પ્રતિજ્ઞા જાહેર રીતે થવી જોઈએ કે જે અમે અમારી વાત એટલે અમેએ જણાવેલે સિદ્ધાંત શાસ્ત્રથી સાબીત ન કરી શકીએ, તે અમારે અમારે મત ફેરવ; અને પ્રતિપક્ષીઓ જે તેમની વાત સાબીત ન કરી શકે અથવા અમારી શાસ્ત્રસંગત વાત તેડી ન શકે તે તેમણે પિતાને મત ફેરવે, આવી પ્રથમ પ્રતિજ્ઞા થવી જોઈએ. પછી તટસ્થ નીમીને જ્યાં જ્યાં વિરોધ જણાય તેવા તોનું નિરાકરણ કરવા અનેક વખત આગળ પણ આવાને થયા છે અને હજી પણ આહ્વાન કરીએ છીએ. શાસ્ત્રોના અમે જે અર્થ કરેલા છે તે યોગ્ય નથી એમ કઈ કહેતું હોય, તે ત્યાં તટસ્થની જરૂર; જ્યાં શાસ્ત્રના સંખ્યાબંધ પુરાવા હેય, ત્યાં તટસ્થની જરૂર શી? છતાં ય અમોએ અમારું મંતવ્ય જાહેર રીતે જણાવેલું છે જેમને એ ખોટું લાગતું હોય તેમણે રૂબરૂ આવીને જણાવવું જોઈએ કે આ વાત શાસ્ત્રાધારે બેટી છે.
પ્રશ્ન ૪૮૬–પ્રવચનસારદ્વારમાં બાલને દીક્ષા ન આપી શકાય તેમ જણાવેલ છે, તે અહીં બાલને અર્થ છે?