________________
પૂજ્યશ્રીની અપૂર્વ ભાવના પૂ. ધ્યાનસ્થ ગુરૂદેવશ્રીની ભાવના આગમમાં આવતી પૂ. મહાપુરૂષની વાર્તાઓને આરસમાં ભાવવાહી ચિત્ર ચીતરાવીને ભવ્ય અને કલાયુક્ત સચિત્ર આગમમંદિર બંધાવવાની ભાવનાથી આગમાંથી વાર્તાઓની નોંધ સુરતમાં શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાના ઉપાશ્રયે) કરાવતાં હતા, પણ તે નેધ અધૂરી રહી અને પૂ આગમ દ્વારક-આચાર્ય દેવ-શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તેજ ઉપાશ્રયમાં ૧૫ દિવસ અર્ધપદ્માસને મૌનપણું અંગીકાર કરીને વિ. સં. ૨૦૦૬ ના વૈશાખ વદ ૫ શનિવારે અમૃત ચોઘડીએ ક. ૪. મી. ૩૨ ના નિર્વાણ પામ્યા.
તે થએલ નેંધ ઉપરથી પૂ. આગમહારક આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના અનન્ય-પટ્ટધર પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમાણિક્યસાગરસુરીશ્વરજી મહારાજની શુભ-નિશ્રામાં તૈયાર થએલ કર ભવ્ય-ચિત્રો પાલીતાણું આગમમદિર નજીક બંધાયેલ “સ્વાધ્યાય-હેલ” માં વિસં. ૨૦૨૬ ના મહા વદ ૫ ગુરૂવારે પધરાવવામાં આવેલ છે.
વિ. સ. ૨૦૨૮ ચૈત્ર સુદ ૧૩ | આ૦ શ્રી આનંદસાગરસૂરીશ્વરમહાવીર સ્વામી-જન્મકલ્યાણકદિન
શિષ્ય ગુણસાગર