________________
(૧૧૭)
સમાધાન–ાળકતા' વિગેરે પાઠ અષ્ટકવૃત્તિ ને શ્રી ભગવતીજી સૂત્ર, પંચાશક આદિમાં તે વિષયના સ્પષ્ટ પાઠ છે, પણ તે પાઠ વ્યવહારરાશિમાં આવ્યા પછી જેઓને અનંત કાલ થઈ ગયે હોય તેવા જીવોને આશ્રયી સમજવા.
પ્રશ્ન ૩૩૦–પંચમકાલના ભવ્યાત્માઓ માટે મેક્ષના દ્વાર શું બંધ છે?
સમાધાન–આ પંચમકાલને માટે તે શું પણ કંઈપણ કાલને માટે મેક્ષનાં દ્વાર ભવ્યાત્માઓ માટે કોઈ એ બંધ કરેલાં નથી. પણ પંચમકાલમાં (પાંચમા આરામાં કોઈ પણ જીવમાં કેવલજ્ઞાન, કેવલદર્શન, વીતરાગતા અને અનન્તવીર્ય પ્રાપ્ત કરી શકે તેવી યોગ્યતા છે નહિ. તેથી મોક્ષે જાય (જઈ શકે) નહિ, એ અપેક્ષાએ પાંચમાં આરામાં મેક્ષનાં દ્વાર બંધ છે એમ કહેવાય છે.
પ્રશ્ન ૩૩ર કેટલાકે એમ કહે છે કે-વારંવાર આગમે વાંચવાથી ફાયદો શો?
સમાધાન–વારંવાર આગામે વાંચવાથી શું ફાયદો? એમ કહેવું ઘણું જ ભૂલ ભરેલું છે. કારણ કે એકની એક વસ્તુ બીજી વખત, વાંચવામાં આવે તે ઉડું ઉડું રહસ્ય નીકળે. જેમ મેતીને વેપારી દરરોજ ગ ઠેવારે મેતીની પિટલી) ખોલીને બેસે અને મોતીને તપાસે તેમાં કીંમતી મતી પારખે અને લાભ ગણે. તાત્પર્ય સારો લાભ મેળવે. એ બધું પરિણામ શાનું? ફક્ત ગંઠેવારો ખેલવાનું જ છે. તેમ શાસ્ત્રને વારંવાર ઉથલાવીને વાંચનાર મનન કરનાર અપૂર્વજ્ઞાન મેળવી શકે છે માટે હંમેશાં શાસ્ત્રાભ્યાસમાં ને શાસ્ત્રાર્થવિચારણામાં આગળ વધવું એ જ યોગ્ય છે.
પ્રશ્ન ૩૩ર–સ્વાધ્યાયથી આત્માને કયા કયા લાભ થાય ?