________________
(૮૧ )
પ્રશ્ન ૨૨૫-છ છીંડીથી સમ્યકત્વ રહે તે પછી તેવા કાર્યમાં દેષ શેને?
સમાધાન–પ્રતિજ્ઞાભંગ ન થાય. દેષ તે લાગે, કારણ કે અન્નત્થણાભોગેણું આગાર રાખેલ હોવાથી તે રીતે પચ્ચખાણ છે, છતાં પચ્ચખાણવાળો ઉપયોગ વગર વસ્તુ મેંમાં નાંખે તે આલોયણ અપાય છે, તેવી રીતે છીંડીવાળાઓ ઉપગ રાખે તે પણ શુદ્ધિની જરૂર છે.
પ્રશ્ન ૨૬–પંચાંગી સહિત સૂત્ર માનવાં એ શેમાં છે?
સમાધાન શ્રી ભગવતીજી સૂત્ર ૨૫મું શતક ૩ જે ઉદેશ, શ્રીઠાણુંગજી, શ્રી અનુગાર, શ્રી પ્રતિમાશતક વગેરેમાં પંચાંગી માનવાનું સ્પષ્ટ કહેલ છે.
પ્રશ્ન ૨૨૭–વ્યાકરણ, કાવ્ય અને કોષનું પઠન કર્યા વગર શાસ્ત્રોના અર્થો કરવાથી શું મૃષાવાદ દોષ લાગે?
સમાધાન–હા, વ્યાકરણ, કાવ્ય અને કેષ વિગેરે ગ્રંથનું પઠન (અભ્યાસ) ન કર્યું હોય, કંચિત કરેલ હોય પણ તેના નિયમો ઉપસ્થિત ન હોય અને શાસ્ત્રના અર્થો અથવા તેની ચર્ચા કરે તે મૃષાવાદ દોષ લાગે, સાચે અર્થ પણ જે વ્યાકરણ, કાવ્ય, કેષ, પરિભાષા, કવિઓની રૂઢીઓ ધ્યાનમાં રાખીને કરે તે જ મૃષાવાદથી બચે, માટે મૃષાવાદવિરમણ મહાવતના ખપીએ ઉપરની હકીકત ખાસ ધ્યાનમાં લેવા લાયક છે.
પ્રશ્ન ૨૨૮–રવદનીઓ ને પરદશનીઓ તરફથી થતા ઉપદ્રવ સહન કરવાથી જૂનાધિક નિર્જરા થાય છે એ બીના કયા ગ્રંથમાં છે?
સમાધાન–શ્રી જ્ઞાતાજીસૂત્રના મૂલમાં આરાધક અને વિરાધકની ચૌભંગી નીચે પ્રમાણે કહી છે, તે ઉપરથી નિજેરાની ન્યૂનાધિકતા જણાશે.
૧ જે સાધુ અથવા સાધ્વી સ્વદર્શની (જૈનધર્મ) તરફથી થતા તમામ ઉપસર્ગો સહન કરે અને પરદશની (અન્યદર્શનવાલા માત્ર)ના ઉપદ્ર સહન ન કરે તે વધુ આરાધક અને અંશે વિરાધક થાય.