________________
વચલી ૪ પાંખડીઓમાં સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય અને સાધુની મૂર્તિઓ પધરાવવામાં આવેલી હોઈને મંડળની રચના દેદીપ્યમાન બની છે. કમળના ખૂણાઓની ચાર પાંખડીમાં દર્શન-શાન–ચારિત્ર અને તપપદની લિપિબદ્ધ યેજના અને આખા મંડળમાં મંત્રાક્ષ અને દેવદેવીઓ તેના નામો અને સ્થાન સહિત કોતરવામાં આવ્યા છે. એ મંદિરની દિવાલમાં પણ વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર મહારાજાએ સ્વ સ્વ તમામ ગણધર સહિત અલંકૃત કરાવી આયાગપટ્ટની જેમ ૨૪ પટમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. અને ૧ પચ્ચીસમો પટ ભગવંત મહાવીરસ્વામી અને સુધર્માસ્વામી સહિત આગમેને પુસ્તકારૂઢ કરનાર શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણ પર્યન્તના બહુશ્રત કેટલાક આચાર્ય ભગવંતે વડે અલંકૃત કરવામાં આવ્યો છે. ગણધર મહારાજાઓના પઢોવડે ભૂષિત હવાથી જ એનું નામ સિદ્ધચક્ર-ગણધરમંદિર રાખવામાં આવ્યું છે. દિવાલના વિશેષ ભાગમાં આચારાંગ-સૂયગડાંગ-દશાશ્રુતસ્કંધ-દશવૈકાલિક
અને ઉત્તરાધ્યયનસૂત્રોની નિયુક્તિઓ તથા તત્વાર્થસૂત્ર અને સિદ્ધપ્રભિત ગ્રંથને આદર્શ શિલા ઉપર આરૂઢ કરાવી બીરાજમાન કરવામાં આવ્યા છે. આ મંદિર પણ આગની નિયુક્તિઓ વડે અલંકૃત હોવાથી સિહચક્રગણુધર-જેનાગમમંદિર કહેવાય તે અતિશયોક્તિ નથી જ.
આગમમંદિરે માટે ભરાયેલા ૮૦૦ પ્રતિમાજીઓની તથા બહારના આવેલા અન્ય પ્રતિમાજીઓ વિગેરેની મલીને આશરે ૨૦૦૦ ઉપરાન્ત જિનબિંબ વિગેરેની અંજનશલાકા સંવત ૧૯૯૯ મહાવદ-૨ ને સોમવાર તા. ૨૨-૨-૧૯૪૩ ને રોજ શુભલગ્નમાં આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરે કરી હતી. તેમજ ઉકત બંને મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૯૯ ના મહાવદ ૫ ને તા. ૨૫–૨–૧૯૪૭ ગુરૂવારને રોજ ઉક્ત રીશ્વરે કરાવી હતી.
આ બંને મંદિરોની સાથોસાથ સાધુ-શ્રમણ મહારાજેને પુસ્તક સંગ્રહ રાખવા-જાણવા માટે શ્રી શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ’ નામનું એક મકાન પીસ્તાલીશ આગમને અનુલક્ષીને પીસ્તાલીશ પુસ્તક