________________
તીર્થની ભાવભરી યાત્રા કરી. પૂ. ગચ્છાધિપતિના ગુરૂભાઈ પૂ. સરળાશયી, મહીધુરંધર જ્ઞાની, ક્રિયાપાત્ર પૂ. મુનિશ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી) મ. ની પાવન નિશ્રામાં ભાવ નગરમાં ચાતુર્માસ કર્યું.
ચોમાસા દરમ્યાન પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ, ના બહેળા અનુભવની મલાઈ અને શાસનની ઝીણવટભરી ઓળખાણ પૂજ્યશ્રીએ મેળવી પિતાની જ્ઞાન-ગરિમામાં વધારો કર્યો.
અનેક ધર્મકાર્યોથી સાનંદ ચોમાસું પૂર્ણ કરી પાછા વળતાં વલભીપુર (વળા) માં પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. ના સહવાસથી વૈરાગી બનેલા, પણ એગ્ય નિશ્રાની તપાસમાં અટકી રહેલ પુણ્યાત્માશ્રી કેશરીચંદ ભાઈને અચાનક પૂજ્યશ્રીની પ્રૌઢ આગમિક-દેશના અને સચોટ રદિયાવાળી પ્રતિપાદન શૈલિ સાથે શુદ્ધ સંયમી-જીવનથી સુષુપ્ત રહેલ વૈરાગ્યભાવના પ્રદીપ્ત બની, કુટુંબીઓને સમજાવી શ્રીસંઘના સહકારથી પિ. સુ. ૧૦ના મંગળ દિને શ્રી. દેવદ્ધિ ગણ ક્ષમાશ્રમણ ભગવંતે કરેલ છઠ્ઠી આગમ વાચનાની પુણ્યભૂમિમાં પંચાવન વર્ષની પાકી વયે પણ અનેરા ચઢતા ઉલ્લાસપૂર્વક ધામધૂમથી દીક્ષા સ્વીકારી અને મુનિ શ્રી કેશરસાગરજી નામ રાખી પૂજ્યશ્રીએ પિતાના દ્વિતીય શિષ્ય બનાવ્યા.
પછી બરવાળા-ધંધુકા-કે-આવળા થઈ પુનઃ