________________
છે
કે
આપ
જામક,
- ચૌગાનના દહેરાસર આગળના વિશાળ વરંડામાં ભવ્ય મંડપ બાંધી ઉપધાનવાળાની ભક્તિ માટેની પણ બધી વ્યવસ્થિત તૈયારી કરવા ઉપરાત ઉપધાનવાળા ભાઈ–બહેનને રહેવા માટે જુદી-જુદી વ્યવસ્થિત સગવડ વગેરે કામકાજ શ્રીસંઘના સહકારથી ગિરધર શેઠે ઝડપભેર કરાવવા માંડયું.
આસો સુ. ૭ થી શ્રી નવપદજીની આરાધના ચૌગાનના દહેરે ભવ્ય શ્રી સિદ્ધચક્રજીનું યંત્ર પધરાવી ઠાઠથી શરૂ થઈ પૂજ્યશ્રી સકળ શ્રી સંઘ સાથે શહેરના ઉપાશ્રયથી ચૌગાનના દહેરાસરે પાસેના મકાનમાં ઉપધાન માટે શુભ મુહૂર્ત રૂપે પધાર્યા..
શ્રી નવપદજીની ઓળીના વ્યાખ્યાને શ્રી ઉપધાન મંડપમાં ઠાઠથી શરૂ થયાં. સામુદાયિક શ્રી નવપદજીની આરાધના સામૂહિક આંબિલ વગેરે બધે કાર્યક્રમ ભવ્ય રીતે ગોઠવાઈ ગયે.
આ સ. ૧૦ ના મંગળદિને સવારે ૮-૩૭ મિનિટના મંગળ મુહૂત્તે શ્રી ઉપધાનતપની ક્રિયા પણ ચાર ભાઈ–બહેનેએ ઉમંગથી શરૂ કરી, ઘણા વર્ષો એ પ્રથમવાર શ્રી ઉપધાનતપની આરાધના હાઈ કરનાર-કરાવનાર સહુને ભારે ઉમંગ હતે. | બીજા મુહર્તમાં ૧૩૦ આરાધકેએ પ્રવેશ કર્યો કુલ પ૦૫ આરાધક શ્રતજ્ઞાનના વિનયરૂપ શ્રી ઉપધાનતપમાં જોડાયા, જેમાં ૪૨ પુરૂષો બાકી ૪૬૩ સ્ત્રીઓ હતી.
૨૮